Team Chabuk-Political desk: બિહાર વિધાનસભા ચૂંટણી 2025ની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા આજે કરવામાં આવી છે. બિહારની કુલ 243 વિધાનસભા બેઠક માટે બે તબક્કામાં મતદાન થશે.જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 6 નવેમ્બરના રોજ અને બીજા તબક્કાની ચૂંટણી 11 નવેમ્બરના રોજ યોજાશે. બિહાર વિધાનસભા ચૂંટણીનું પરિણામ 14 નવેમ્બરના દિવસે આવશે.
ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારે આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ગેજેટ નોટિફેકશન 10 ઓક્ટોબરના રોજ બહાર પાડવામાં આવશે. ઉમેદવારો 17 ઓક્ટોબર સુધી ઉમેદવારી નોંધાવી શકશે. ઉમેદવારી માટે સ્ક્રુટની 22 ઓક્ટોબરના બુધવારે થશે. 24 ઓક્ટોબર સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. 6 નવેમ્બરે ચૂંટણી યોજાશે. બીજા તબક્કાની ચૂંટણી 11 નવેમ્બર યોજાશે. આ બંને તબક્કા પૂર્ણ થયા બાદ 14 નવેમ્બરે મત ગણતરી હાથ ધરાશે.

બિહાર વિધાનસભા ચૂંટણી પંચના અધિકારીઓએ ગઈકાલે 5 ઓક્ટોબરના રોજ પટનાની મુલાકાત લઈ તમામ માહિતી એકત્ર કરી હતી. આ વખતે બિહાર વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં કરવાની માગ ઉઠી હતી. ભાજપ અને આરજેડી બંને પક્ષોએ ચૂંટણી પંચ સમક્ષ માગણી કરી હતી કે, ચૂંટણી બે તબક્કામાં યોજાય.
#WATCH | Chief Election Commissioner Gyanesh Kumar says, "Bihar assembly elections to be held in two phases – 6th and 11th November; Counting of votes on 14th November." pic.twitter.com/BCftPkw13u
— ANI (@ANI) October 6, 2025
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત