ગોવાબાપા : અમરેલીમાં જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય એવા દૃશ્યો સર્જાયા હો ચાબુક. રસ્તામાં પરેશભાઈ ધાનાણી સ્કૂટર લઈ આગળ, ‘એ કાકા એક ટક ખાલી.’ અને પાછળ પોલીસ જીપ લઈને… ‘વાઉ.. વાઉ… વાઉ…વાઉ.. વાઉ… વાઉ…’
એ ને પરેશભાઈ સ્કૂટર લઈ આગળ. વિનંતી કરતા દેખાય છે કે, એક ટક બંધ રાખો અને પાછળ પોલીસ આવે છે… ‘વાઉ… વાઉ… વાઉ….’ ત્યાં કાવો મારીને પરેશભાઈ ગલીમાંથી ચાલ્યા જાય છે. જોકે આ પકડા પકડી હજુ પૂરી નથી થઈ ચાબુક. આખરે પરેશભાઈ પોલીસના હાથમાં આવી જાય છે. હવે પરેશભાઈ અને પોલીસ વચ્ચે વાકયુદ્ધ ચાલે છે. પરેશભાઈ કહે છે, હું તો એકલો ગાડી લઈને નીકળ્યો. પછી તો ચાર મિનિટના વીડિયોમાં પરેશભાઈ શું શું બોલ્યા એમાંથી કેટલાક મુદ્દા તારવ્યા છે.
— Samacharwala (@Samacharwala_) December 8, 2020
પરેશભાઈ શું શું બોલે છે ગોવાબાપા ?
- એલા પણ હું એકલો નીકળ્યો છું.
- નહીં ચાલે તમારી આ જબરદસ્તી
- પોલીસ લોકોની સુરક્ષા માટે છે. ધાક ધમકી માટે નહીં
- અરે પણ હું એકલો બેઠો છું મારી ગાડીમાં.
- ક્યા ગુનામાં તમે મને પકડો છો?
- હાથ અડાવતા નહીં મને….
હવે મારે કિબોર્ડમાં કેટલાક હાથ અડાડવા! તું આખો વીડિયો જ જોઈ લે.
હવે એકબાજુ ચાબુક પરેશભાઈ સ્કૂટર લઈ એક ટક બંધ રાખો એમ કહેવા નીકળ્યા તો બીજી બાજુ દીલીપ સંઘાણી સાઈકલ લઈને નીકળ્યા કે દુકાનો ખુલ્લી રાખો. ભાજપ કહે ખોલો અને કોંગ્રેસ કહે બંધ રાખો.
‘હા મોજ હા’
‘હા મોજ હા’
આમ તો પરેશભાઈની અટકાયત કંઈ પહેલી વખત નથી. આ પહેલા પરેશભાઈ જ્યારે કોરોના સમયે એકલા બેઠા હતા ત્યારે પણ પોલીસે તેમની અટકાયત કરી હતી. એમાં એક વખત તો એમનો પાછળથી શર્ટ પણ ફાટી ગયો હતો.
આજે ભારતબંધમાં ગુજરાતમાં શું શું થયું ?
ચાબુક આજે ગુજરાતમાં ખેડૂતોના ભારત બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. કોંગ્રેસના કાર્યકરો મેદાનમાં ઉતરી પડ્યા હતા. બંધ કરાવવા માટે તેમણે ભારે જહેમત ઉઠાવી હતી, પણ ઘણી ખરી જગ્યાએ બંધમાં નિષ્ફળતા હાથ લાગી હતી. તો કેટલીક જગ્યાએ સ્વૈચ્છિક બંધના દૃશ્યો પણ સર્જાયા હતા. ચક્કાજામ અને આગ ચાંપવાની પણ ઘટના બની હતી. જેના કારણે કોંગ્રેસના ઘણા નેતાઓ, કાર્યકર્તાઓ અને ખેડૂતોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
અમીરગઢ પાસે કોંગ્રેસના નેતા કાંતિ ખરાડીની અટકાયત કરાઈ હતી અને બીજી બાજુ જામનગરમાં વડાપ્રધાનના પુતળાનું દહન કરવાનું હતું. જે પ્રયાસને પણ ચાબુક નિષ્ફળ કરવામાં આવ્યો હતો. એમાંય ઈડર રોડ ઉપર તો કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને કંઈ હાથ ન લાગતા છેવટે બસની હવા કાઢી નાખી હતી. હિંમતનગરના નેશનલ હાઈ-વે પર ટાયર સળગાવી વાહનવ્યવહાર ખોરવાતા ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ સહિતના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. વાત જો અમદાવાદની કરવામાં આવે ચાબુક તો અહીં જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા વિરોધ પ્રદર્શન કરે એ પહેલા જ નજર કેદ કરી લેવામાં આવ્યા હતા. આપણા રંગીલા રાજકોટમાં તો કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા વચ્ચે બેસી ટ્રાફિક કરી નાખ્યો હતો. જોકે રાજકોટમાં તો પહેલીવાર ઘણાને એવા દૃશ્યો પણ દેખાયા કે બપોરના કોઈ ઉંઘતા ન હોય. જામખંભાળીયામાં પણ વિક્રમ માડમ સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. એટલે ચાબુક ગુજરાતની મોટાભાગની જગ્યાએ કોંગ્રેસના કાર્યકરોને બંધ કરાવવા માટે મેદાનમાં ઉતરવું પડ્યું હતું.
કોથમીર અને મેથીમાં ફર્ક શું ?
‘આ શું લઈ આવ્યા ?’
ચાબુક આપણે કંઈ શાકભાજીની દુકાન નથી નાખવી. પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે. એમણે કહ્યું છે કે, રાહુલ ગાંધી તમને જો કોથમીર અને મેથીમાં તફાવતની ખબર પડતી હોય તો કહો. બાકી તો સંધાય જાણે જ છે કે તમારું જ્ઞાન કેટલું છે. આમ કહી એમણે 2019ના ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે ખેડૂતો માટે આંતરરાજ્ય માર્કેટની છૂટ આપવાની વાત ઉખેડી હતી. અને કોંગ્રેસ દ્વારા જે ભારતબંધમાં ખેડૂતોને સમર્થન કરવામાં આવ્યું તેને આડેહાથ લીધું હતું.
‘એલા તમે અહીં હાથ અડાવતા જાજો હો…’
ફેસબુક પેઈજ️- https://www.facebook.com/Thechabuk
ટ્વિટર એકાઉન્ટ- https://twitter.com/thechabuk
ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ- https://www.instagram.com/thechabuk/
ટેલિગ્રામ ચેનલ️- https://t.me/TheChabuk
વોટ્સએપ ગ્રુપ લિંક️ https://chat.whatsapp.com/HY3J67V9bjG35HY4GLwm7o
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત