સુરતમાં યુવતીના હત્યા અને દુષ્કર્મના આરોપના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. યુવતીની પ્રાથમિક પૂછપરછમાં જે ખુલાસા સામે આવ્યા છે તે જાણીને પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ છે
યુવતીનું કબૂલનામુ
યુવતીએ કહ્યું કે, તેના પર દુષ્કર્મનો પ્રયાસ કે હત્યાનો પ્રયાસ નથી થયો. તેણે પોતે જ જીવન ટૂંકાવવાનું નક્કી કર્યું હતું. યુવતીએ કહ્યું કે, તે જિંદગીથી કંટાળી ગઈ છે. ઘરમાં મુક્ત વાતાવરણ મળતું ન હતું તેમજ રોજના ઝઘડાથી તે કંટાળી ગઈ હતી. યુવતીને નેટવર્કિંગ બિઝનેસનું કામ કરવું હતું પરંતુ પરિવાર તેને આગળ અભ્યાસ કરાવવા માગતો હતો.
શું હતી સમગ્ર ઘટના ?
બુધવારે 21 વર્ષીય યુવતીએ સવારે પિતા પાસે કોલેજમાં ફોર્મ ભરવા ફી અને બુકના 7 હજાર માગ્યા હતા. જે રૂપિયા લઈને તે ઘરેથી નીકળી હતી. મોડી રાત્રે તે પાર્લે પોઈન્ટના ગોકુલધામ એપાર્ટમેન્ટ નીચે બેભાન હાલતમાં મળતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે દુષ્કર્મ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
ઘરેથી નક્કી કરીને નીકળી હતી
સમગ્ર મામલે ડીસીપી વિધી ચૌધરીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, યુવતી ઘરેથી નીકળી ત્યારે જ નક્કી કરીને નીકળી હતી કે આજે મારે મરી જવાનું છે. જો કે, મરતા પહેલાં તેને જીવનને માણવું હતું. તે ફ્રી લાઈફ જીવવા માગતી હતી. જેથી તે તૈયાર થવા માટે બ્યૂટિપાર્લરમાં ગઈ હતી. એટલું જ નહીં તેણે નવા કપડાં પણ ખરીદ્યા અને તે જ પહેર્યા. બ્યુટીપાર્લરમાં તૈયાર થઈને આપઘાત કરવા માટે સીધી ડુમસ પહોંચી હતી. યુવતીની સવારથી મુવમેન્ટને ચેક કરાઈ હતી. સીટીના સીસીટીવી કેમેરાની મદદથી પણ તપાસ કરાઈ હતી.
…આખરે ટેરેસ પરથી કૂદી ગઈ
ડુમસના દરિયામાં કીચડ હોવાથી ત્યાં યુવતીએ આપઘાત કરવાનું માંડી વાળ્યું હતું. ત્યારબાદ વાનમાં બેસી તે ઉભરાટ ગઈ હતી પરંતુ ત્યાં લોકોની ભીડ હોવાથી આપઘાત કરવો શક્ય ન લાગતા પરત સુરત આવી હતી. અને અંબાજી માતાના મંદિર પાસે આવેલી મેડિકલ સ્ટોરમાંથી ક્રોક્રોચ મારવાની દવા લઈ ગટગટાવી લીધી હતી. જો કે, વોમિટ થઇ જતાં દવા યુવતીને એવું લાગ્યું કે દવા અસર નહીં કરે. જેથી તેણે બિલ્ડીંગ પરથી કૂદકો મારી જીવન ટૂંકાવવાનું નક્કી કર્યુ. યુવતી વોચમેન વગરનું એપાર્ટમેન્ટ શોધતી હતી એવામાં તેને પાર્લે પોઇન્ટ સ્થિતિ ગોકુલધામ એપાર્ટમેન્ટ ધ્યાને આવ્યો જ્યાં કોઈ વોચમેન ન હતો. એપાર્ટમેન્ટના ટેરેસ પર પહોંચી અને કૂદી ગઈ હતી. એપાર્ટમેન્ટમાંથી કૂદતા પહેલાં તેણે મોબાઈલ પણ તોડી નાખ્યો હતો.
આપઘાતનો પ્રયાસ હતોઃ DCP
DCP વિધિ ચૌધરીએ કહ્યું કે, યુવતી બેભાન હાલતમાં મળી આવી હતી અને પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નીકળતું હોવાથી પહેલા પોલીસે દુષ્કર્મ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. ત્યારબાદ પોલીસે ક્રાઈમબ્રાંચને સાથે રાખીને તપાસ શરૂ કરી હતી. જો કે, તપાસમાં દુષ્કર્મ અંગે કોઈ પુરાવા મળી ન હતા રહ્યા. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સામે તેનું ડાઈંગ ડિક્લેરેશન નોંધવામાં આવ્યું છે. જેમાં યુવતીએ સ્વીકાર્યું છે કે, તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ નથી થયો તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ટેરેસ પરથી કૂદવાના કારણે મલ્ટીફ્રેક્ચર થયા છે. હાલ તેની સારવાર ચાલી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત