Homeદે ઘુમા કે41 વર્ષના ક્રિસ ગેલે 22 બોલમાં 84 રન ફટકાર્યા

41 વર્ષના ક્રિસ ગેલે 22 બોલમાં 84 રન ફટકાર્યા

Team Chabuk-Sports Desk :વિશ્વના સૌથી ઘાતક બેટ્સમેન તરીકેનો દરજ્જો ઘરાવતા કેરેબિયન ક્રિકેટર ક્રિસ ગેલે 41 વર્ષની ઉંમરે 22 બોલમાં 84 રન ફટકારતા સમગ્ર ક્રિકેટ વિશ્વ સ્તબ્ધ થઈ ગયું છે. ગેલની તોફાની ઈનિંગમાં 9 સિક્સ અને 9 ચોગ્ગાનો સમાવેશ થતો હતો.

ગઈકાલે જ્યારે ભારત અને ઈંગ્લેન્ડની ટેસ્ટ મેચ રમાવાને એક દિવસનો સમય બાકી હતો ત્યારે વેસ્ટ ઈન્ડિઝના ઘાતક પ્લેયર ક્રિસ ગેલે 10 ઓવરની સિમિત મેચમાં અબુધાબી તરફથી રમતાં મરાઠા અરેબિયન સામે ફક્ત 22 બોલમાં 9 છગ્ગા અને 9 ચોગ્ગાની મદદથી 84 રન ફટાકારી પોતાની ફિટનેસનો પુરાવો આપી દીધો હતો. ગેલ દ્વારા રમવામાં આવેલી આક્રામક ઈનિંગથી વિરોધી ટીમ ધ્વંસ થઈ ગઈ હતી. તેની વિકેટ લઈ કોઈ પણ બોલર પોતાની યોગ્યતા પૂરવાર નહોતો કરી શક્યો.

બેટીંગ માટે ઉતરેલી મરાઠા અરેબિયને 97 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેને 5.3 ઓવરમાં જ ટીમ અબુધાબીએ પાર કરી લીધો હતો. આ મેચમાં 84 રન ફક્ત ક્રિસ ગેલના હતા. ગેલે કુલ 84માંથી 78 રન બાઉન્ડ્રી વડે ફટકાર્યા હતા. માત્ર 12 બોલની અંદર જ ક્રિસ ગેલે હાફ સેન્ચુરી પૂર્ણ કરી હતી. 2018ની ટી ટેન એડિશનમાં મોહમ્મદ શેહઝાદે રાજપૂત તરફથી રમતાં 12 બોલમાં જ હાફ સેન્ચુરી ફટકારી હતી. એ પછી ક્રિસ ગેલની હાફ સેન્ચુરી પણ 12 બોલમાં થઈ છે. ટી ટેનમાં હવે 12 બોલમાં અડધી સદી એ બંનેનો સહભાગી રેકોર્ડ છે.

મેચના આરંભમાં અબુધાબીએ ટોસ જીત્યો હતો અને ક્ષેત્ર રક્ષણ પસંદ કર્યું હતું. અરેબિયન્સની ટીમમાંથી UAEએ 18 વર્ષના ઓપનર આલિશાન શરાફઉ મુખ્તાર અલીને ઓપનિંગ માટે મોકલ્યો હતો. ટોમ હેલ્મે પ્રથમ ઓવર મેડન નાખી હતી. જેના કારણે ટીમને હવે જે કરવાનું હતું તે 9 ઓવરમાં જ કરવાનું હતું. બીજી ઓવરમાં મુખ્તારે રોહિન મુસ્તફાની બોલિંગમાં ત્રણ બેક ટુ બેક બાઉન્ડ્રી ફટકારી હતી. જ્યારે શરાફુએ સિક્સ ફટકારતા એક ઓવરમાં 19 રન આવી ગયા હતા.

જેમીની ઓવર્ટને મુખ્તારને 14 રનના નજીવા સ્કોર પર આઉટ કર્યો હતો. મરાઠા અરેબિયન્સે નિર્ધાર્તિ 10 ઓવરની મેચમાં 4 વિકેટ ગુમાવીને 97 રન બનાવ્યા હતા અને પછી ટીમને ગેલના તોફાનનો સામનો કરવો પડ્યો હતો. જેણે માત્ર 12 બોલમાં હાફ સેન્ચુરી ફટકારી દીધી હતી.

ટી ટ્વેન્ટીના ઈતિહાસની સૌથી ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરી ભારતના પૂર્વ ખેલાડી યુવરાજ સિંહના નામે છે. યુવરાજે ઈંગ્લેન્ડ સામે જ્યારે 6 બોલમાં 6 સિક્સ ફટકારી હતી ત્યારે 12 બોલમાં અડધી સદી પૂર્ણ કરી હતી. ગેલે પણ ટી ટેનમાં 12 બોલમાં અડધી સદી પૂરી કરી છે.

ક્રિસ ગેલના ક્રિકેટ કરિયરની જો વાત કરવામાં આવે તો ગેલને ટી ટ્વેન્ટીનો બાદશાહ માનવામાં આવે છે. તેણે 411 ટી ટ્વેન્ટી મેચમાં 146.72ની સ્ટ્રાઈક રેટની સાથે 13,584 રન બનાવ્યા છે. જેમાં 22 સેન્ચુરી અને 85 હાફ સેન્ચુરીનો સમાવેશ થાય છે. બીજી બાજુ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં 1000 કરતા વધારે સિક્સ ફટકારનાર ગેલ એકમાત્ર ખેલાડી છે. આઈપીએલમાં ક્રિસ ગેલ કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ તરફથી રમે છે. સિમિત ઓવરની મેચમાં ગેલના પ્રદર્શનને ટક્કર આપી શકે તેવો કોઈ ખેલાડી હાલ ક્રિકેટ વિશ્વમાં નથી. જેમ ગેલની ઉંમર વધતી જાય છે તેમ તેની અંદરનું ક્રિકેટ પણ ખીલતું જઈ રહ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments