Homeગુર્જર નગરીગુજરાતમાં બની 'સ્પેશિયલ 26' જેવી ઘટના, 4ની ધરપકડ

ગુજરાતમાં બની ‘સ્પેશિયલ 26’ જેવી ઘટના, 4ની ધરપકડ

Team Chabuk- Gujarat Desk: અમદાવાદના બગોદરામાં ચાલુ બસમાં ઇન્કમટેક્સના અધિકારીની ઓળખ આપી લૂંટ કરનારા આરોપી પોલીસના સકંજામાં આવી ગયા છે. અમદાવાદ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જો કે, હજુ પણ અન્ય 6 આરોપી ફરાર છે જેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

કેવી રીતે કરી હતી લૂંટ

24 ફેબ્રુઆરીએ અમદાવાદના બગોદરા વિસ્તારમાં ઘટના બની હતી. એસ.ટી બસમાં એક આંગડિયા પેઢીનો કર્મચારી મુસાફરી કરી રહ્યો હતો. બસ બગોદરા પહોંચી એટલે તેમની સાથે જ બસમાં આરોપીએ આંગડિયા પેઢીના કર્મચારીને ડરાવ્યો. ઈન્કમટેક્સ ઓફિસરની ઓળખ આપી. હોબાળો થતાં બસ રોકાઈ એટલામાં પાછળથી એક કારમાં અન્ય આરોપી પણ આવી ગયા. મામલો ઉગ્ર બની ગયો અને 10 આરોપીઓએ આંગડિયા પેઢીના કર્મચારી પર હાવી થઈ ગયા. લાંબા નાટક બાદ આંગડિયા પેઢીના કર્મચારીઓને આરોપીઓએ બસમાંથી ઉતારી દીધો અને પોતાની સાથે જ કારમાં લઈ ગયા.

આરોપીઓ આંગડિયા પેઢીના કર્મચારીને અમદાવાદથી ખેડા સુધી લઈ ગયા. ખેડામાં આરોપીઓએ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી દાગીનાની લૂંટ ચલાવી. રોકડ રકમ પણ લઈ લીધી. જે દાગીના લૂંટ્યા તેની અંદાજીત કિંમત 3 કરોડ 37 લાખ રૂપિયા જેટલી થાય છે. કર્મચારી કઈ સમજે તે પહેલાં આરોપીઓ છોડી મૂક્યો ત્યારબાદ ખેડા જિલ્લામાં જ બિનવારસી હાલતમાં કાર પણ મૂકી દીધી.

લૂંટાયેલો આંગડિયા પેઢીનો કર્મચારી ત્યારબાદ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. તપાસ દરમિયાન પોલીસને આરોપી વિશે બાતમી મળી હતી જેના આધારે ચાર શખ્સોને ઝડપી લેવાયા છે. તેમની પાસેથી કુલ 47 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જ્યારે હજુ પણ 2 કરોડ 90 લાખ રૂપિયા રિકવર કરવાના બાકી છે. જે શખ્સો ઝડપાયા છે તે તમામ ઉત્તરપ્રદેશના હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓની ગેંગમાં કુલ 10 સભ્યો છે. જેમાં કેટલાક મધ્યપ્રદેશના પણ છે. ઝડપાયેલા ચાર આરોપીમાંથી એક આરોપી અમદાવાદમાં સિક્યોરિટી તરીકે નોકરી કરતો હતો. એટલું જ નહીં અગાઉ પણ
પૂછપરછમાં એ પણ સામે આવ્યું છે કે, આરોપીઓ 18 ફેબ્રુઆરીએ અમદાવાદ આવ્યા હતા અને નરોડામાં એક હોટલમાં રોકાણ કર્યું હતું. હોટલમાં જ સમગ્ર લૂંટનો પ્લાન બનાવ્યો હતો.

ફિલ્મી સ્ટાઈલ મોડસ ઓપરેન્ડી

આરોપી પહેલાં જે વ્યક્તિને લૂંટવાનો હોય તેની રેકી કરતાં. ટાર્ગેટેટ વ્યક્તિની માહિતી મળી ગયા બાદ એક સેલ્ફ ડ્રાઈવિંગ કારની વ્યવસ્થા કરતાં. કારમાં 6 લોકો નીકળતા. બે લોકો ટાર્ગેટેડ વ્યક્તિની નજીક રહેતા. મોકો મળતાં જ ટાર્ગેટને ઈન્કમટેક્સ ઓફિસરની ઓળખ આપતા અને તેના પર હાવી થઈ જતા. બાદમાં અન્ય છ લોકો આવીને સવાલોનો મારો કરતાં. સામેવાળાને ડરાવીને પોતાની સાથે જ લઈ જતાં અને રસ્તામાં  જ લૂંટી લેતા. આરોપીઓ જે સેલ્ફ ડ્રાઈવિંગ કાર રાખતાં તેમની નંબર પ્લેટ બદલાવી નાખતા. અને પોતે નકલી ઈન્કમટેક્સ ઓફિસર બની જતા.

પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે, અગાઉ આરોપીઓ ચાર વાર લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરી ચુક્યા છે. પાંચમી વખત આરોપી સફળ રહ્યા હતા. હાલ અન્ય છ આરોપી ક્યાં છે તેની પોલીસ શોધખોળ કરી રહી છે. સાથે જ જે બાકી મુદ્દામાલ રિકવર કરવાનો છે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments