Homeતાપણુંમમતાએ દિનેશ ત્રિવેદી નામના ગુજરાતી પર એક સમયે આંધળો વિશ્વાસ મૂકેલો

મમતાએ દિનેશ ત્રિવેદી નામના ગુજરાતી પર એક સમયે આંધળો વિશ્વાસ મૂકેલો

Team Chabuk-Political Desk: મમતા બેનર્જી પર બંગાળમાં લોકો કટાક્ષ કરતા કહી રહ્યા છે કે ક્યાંક ચૂંટણી પૂરી થતાં થતાં મમતા બેનર્જી એકલા ન રહી જાય. અત્યારે ધીમે ધીમે બંગાળના લોકપ્રિય નેતાઓ ભાજપના દળમાં સામેલ થઈ રહ્યા છે. જેનાથી મમતા બેનર્જી એકલા પડી ગયા છે. રોજ સવાર થાય છે અને રોજ તેમનો એક મજબૂત નેતા ભાજપનો પાલવ પકડી લે છે.

આ પાલવ પકડનારાઓમાં હવે બંગાળના કદાવર નેતા દિનેશ ત્રિવેદીનું નામ પણ સામે આવ્યું છે. જેથી તૃણમુલ કોંગ્રેસમાં ચિંતા વ્યાપી ગઈ છે. સંસદના બજેટ સત્રની મધ્યમાં જ તૃણમૂલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી મમતા બેનર્જીને ચોંકાવી દેનારા નેતા દિનેશ ત્રિવેદી 6 માર્ચના રોજ ભાજપમાં જોડાઈ ગયા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ તેમને ભાજપમાં આમંત્રિત કર્યાં હતાં.

આવતીકાલે એટલે કે તારીખ 7 માર્ચના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બંગાળનાં બ્રિગેડ પરેડ ગ્રાઊન્ડમાં રેલી કરવાનાં છે. આ પહેલા પૂર્વ રેલમંત્રી દિનેશ ત્રિવેદી ભાજપમાં કૂદકો મારી ગયા બાદ તેમણે પોતાની પ્રતિક્રિયા કંઈક આવી આપી હતી.

‘‘આજ એ ક્ષણ છે જેની મને રાહ હતી. એક પોલિટિકલ પાર્ટી એવી હોય છે જેમાં પરિવાર સર્વોપરિ હોય છે. જેને કહેવાય છે પોલિટિકલ ફેમિલી. એક પરિવાર હોય છે જનતાનું પરિવાર. આજે હું જનતાનાં પરિવારમાં સામેલ થયો છું. ત્યાં બીજી પાર્ટીમાં, હું નામ લેવા નથી ઈચ્છતો. ત્યાં એક પરિવારની સેવા થાય છે. મેં ક્યારેય મારી વિચારધારાનો ત્યાગ નથી કર્યો. જ્યાં પણ હું રહ્યો મારા માટે દેશ સર્વોપરી રહ્યો છે અને હંમેશાં રહેશે. હું ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય રહીશ. હું ચૂંટણી લડું કે ન લડું. બંગાળે ટીએમસીને આવજો કહી દીધું છે. એ પ્રગતિ ઈચ્છે છે. ન તો ભ્રષ્ટાચાર કે હિંસા. એ વાસ્તવિક પરિવર્તન માટે તૈયાર છે. રાજનીતિ એ કોઈ રમત નથી. એ ગંભીર વસ્તુ છે. રાજનીતિ કરતાં એ (મુખ્યમંત્રી) પોતાના આદર્શોને વિસરી ગયા છે.’’

તો બીજી તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જે.પી નડ્ડાએ દિનેશ પ્રવેશોત્સવ નિમિત્તે કહ્યું કે, દિનેશ ત્રિવેદી વિશે હું હંમેશાંથી કહેતો આવ્યો છું કે એ એક સારા વ્યક્તિ છે. પણ ખોટી પાર્ટીમાં છે. હવે તેઓ યથાયોગ્ય પાર્ટીમાં છે.

મમતા બેનર્જીને દિનેશ ત્રિવેદી પર કેટલો ભરોસો હતો એ વાતની જાણકારી 2011ની સાલથી મળે છે. જ્યારે તેઓ બંગાળના સીએમ બન્યા તો દિનેશ ત્રિવેદીને રેલવે મંત્રી બનાવ્યા હતા.

ગુજરાતી પરિવારમાં જન્મેલા અને કલકત્તાની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં વાણીજ્ય શાખામાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી દિનેશ ત્રિવેદીએ રાજનીતિમાં પગ મૂક્યો હતો. 1980ની સાલમાં તેઓ કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થયા હતા. 1990ની સાલમાં તેમણે જનતા દળ પાર્ટીનો પાલવ પકડ્યો. 1998ની સાલમાં મમતા બેનર્જીએ તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી બનાવી તો દિનેશ ત્રિવેદી આંખ મીચીને તેમની સાથે ચાલ્યા ગયા. મમતાએ તેમને પાર્ટીના મહાસચિવ બનાવ્યા. 2001થી 2006ની વચ્ચે દિનેશ ત્રિવેદીએ મમતા બેનર્જીનો વિશ્વાસ જીતી લીધો હતો. મમતા બેનર્જી પણ હવે તેમના પર આંધળો વિશ્વાસ કરવા લાગ્યા હતા.

ઉલ્લેખનીય છે કે મમતાના રાજનીતિક જીવનનો આ સૌથી ખરાબ પડાવ હતો. 2001માં મમતાએ ત્રિવેદીને રાજ્યસભામાં મોકલ્યા. વર્ષ 2006ની સાલમાં મમતા બેનર્જી સિંગુર ભૂમિ અધિગ્રહણની વિરુદ્ધ 26 દિવસ લાંબી ભૂખ હડતાળ પર બેઠા હતાં. ત્યારે પણ ત્રિવેદી તેમની સાથે ખભેખભો મિલાવીને ઊભાં હતાં.

વર્ષ 2012ની સાલમાં રેલવે બજેટ રજૂ કરતી વખતે જ્યારે રેલવેનું ભાડું વધારી દીધું અને ભાડું વધાર્યાની વાત મમતા બેનર્જી ઉપર ઢોળી દીધી ત્યારે આ સંબંધમાં ખટાશ ઉમેરાઈ. એ પછી મમતા બેનર્જીએ તેમને સરકારમાંથી બર્ખાસ્ત કરી નાખ્યા. અને આજે તેઓ ભાજપના થઈ ગયા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments