Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સા વધ્યા છે. ક્યારેક ક્રિકેટ રમતા-રમતા તો ક્યારેક રોજિંદુ કામ કરતા કરતા ક્યારે ધબકારા થભી જઈ રહ્યા છે તે જાણે કે નક્કી નથી રહ્યું. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જ હાર્ટ એટેકથી મોતની ત્રીજી ઘટના સામે આવી છે. મોરબી અને સુરત બાદ હવે રાજકોટમાં પણ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે.
મળતી માહિતી મુજબ રાજકોટમાં હાર્ટ એટેકથી 19 વર્ષીના યુવકનું મોત થયું છે. પરિવારે એકનો એક પુત્ર ગુમાવ્યો છે. 19 વર્ષીય આદર્શ સાવલિયા નામનો યુવક બાથરૂમમાં અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.યુવકના અકાળે અવસાનથી પરિવાર માથે આભ તૂટ્યું છે. એકના એક પુત્રને આવી રીતે ગુમાવતા સમગ્ર પરિવાર ધ્રૂસકે ધ્રૂસકે રડ્યો હતો.
અગાઉ રવિવારે પણ હાર્ટ એટેકથી 2 લોકોના મોત થયા હતા. જેમાં સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં ચાલુ બાઇકે પાછળ બેઠેલા કાપડના વેપારી કાનજીસિંહ રાજપૂતને હાર્ટ એટેક આવતા તેઓ ઢળી પડ્યા હતા અને તેમનું મોત થયું હતું. 2 વર્ષીય કાનજીસિંહ રાજપુત 3 દિવસ પહેલા જ રાજસ્થાનથી સુરત આવ્યા હતા.
આ ઉપરાંત મોરબીના રફાળેશ્વર ગામમાં કારખાનાના ચોકીદારનું હ્રદય અચાનક બંધ પડી ગયું હતું. જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. સિક્યોરિટી ગાર્ડ મોબાઈલ જોઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ દરવાજો ખોલવા ઉઠ્યા હતા. જો કે, ત્યારેજ તેઓ ઢળી પડ્યા હતા. દરવાજો ખોલતી વખતે ચોકીદારને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું મોત થયું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
