Homeગુર્જર નગરીગુજરાતના આ ભાગોમાં પડી શકે માવઠું, એક ક્લિકમાં જાણો જિલ્લા મુજબ માવઠાની...

ગુજરાતના આ ભાગોમાં પડી શકે માવઠું, એક ક્લિકમાં જાણો જિલ્લા મુજબ માવઠાની આગાહી

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં આગઝરતી ગરમી વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યના જુદા જુદા ભાગોમાં 3 દિવસ સુધી કમોસમી વરસાદ પડશે તેવી વકી છે. આવતીકાલે એટલે કે, 26 એપ્રિલે અમદાવાદમાં કમોસમી વરસાદ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ ખેડૂતોને માવઠાનનો માર સહન કરવો પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે માવઠું પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ વરસે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગનું માનીએ તો, ગુજરાતમાં આવતીકાલ બુધવારથી ત્રણ દિવસ વાતાવરણમાં પલટો જોવા મળશે. રાજ્યના વિવિધ વિભાગોમાં તોફાની પવન સાથે હળવા વરસાદની શક્યતા છે.

ક્યાં પડી શકે વરસાદ ?
બુધવાર
દાહોદ, તાપી, ડાંગ અને નર્મદા, સૌરાષ્ટ્ર-કચ્છ

ગુરુવાર
દાહોદ, તાપી, ડાંગ, નર્મદા, અમરેલી, રાજકોટ, કચ્છ

શુક્રવાર
પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નર્મદા, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, કચ્છ

આગામી સાત દિવસમાં દેશમાં ક્યાંય હીટવેવની શક્યતા નથી. 26 એપ્રિલથી પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હિમવર્ષાનો એક રાઉન્ડ થશે. દેશભરમાં આકરી ગરમીથી લોકોને રાહત મળશે. આગામી દિવસોમાં તાપમાન ઘટીને 36 થી 39 ડિગ્રી રહેવાની શક્યતા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments