Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરઃ 20 વર્ષીય યુવકે ટ્રેક નજીક મુક્યુ બાઈક, ટ્રેન નીચે ઝંપલાવી કરી...

સુરેન્દ્રનગરઃ 20 વર્ષીય યુવકે ટ્રેક નજીક મુક્યુ બાઈક, ટ્રેન નીચે ઝંપલાવી કરી આત્મહત્યા

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક આશાસ્પદ યુવાને જીવ ટુંકાવી લીધો. ટ્રેન નીચે પડતું મુકી એક યુવકે આત્મહત્યા કરી લીધી. જેનાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે.

મળતી માહિતી મુજબ જિલ્લાના થાન શહેરમાં એક ગોજારી ઘટના બની છે. અહીં ટ્રેન નીચે પડતું મૂકી એક યુવાને આત્મહત્યા કરી લીધી છે. મૃતક યુવાનનું નામ અંકિત મનસુખભાઈ સોલંકી હોવાનું સામે આવ્યું છે. 20 વર્ષીય અંકિતે આત્મહત્યા કર્યા બાદ પોલીસ દોડતી થઈ હતી. જો કે, યુવકની આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી.

અગમ્ય કારણોસર અંકિત સોલંકીએ મુંબઈથી હાપા ટ્રેન નીચે ઝંપલાવી મોત વ્હાલુ કરી લીધું હતું. આત્મહત્યા કરતા પહેલાં અંકિતે પોતાનું બાઈક ટ્રેક પાસે મુક્યું હતું. જે બાદ અંતિમ પગલું ભર્યું હતું. રેલવે ટ્રેક નજીકથી યુવકનું બાઈક મળ્યું છે.

બીજી તરફ યુવકના પરિવાર અંગે સામે આવેલી વિગતો અનુસાર મૃતક અંકિતના માતા પિતા ન હોવાથી પોતાના દાદી સાથે રહેતો હતો. થાનના મોટા તળાવ વિસ્તારમાં અંકિત રહેતો હોવાનો અહેવાલ છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ મોકલી વધુ તપાસ શરૂ કરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments