Team Chabuk-National Desk: ઉત્તરાખંડના જાણીતા 22 વર્ષીય યુટ્યુબર અગસ્ત્ય ચૌહાણનું અકસ્માતમાં નિધન થયું છે. યમુના એક્સ્પ્રેસ વે પર અગત્સ્યને અકસ્માત નડ્યો. બાઈક પર કાબૂ ગુમાવતા તેનું બાઈક ડિવાઈડર સાથે અથડાયું હતું બાદમાં તે બાઈક પરથી ફંગોળાઈ ગયો હતો. જે સમયે અકસ્માત સર્જાયો તે સમયે તેના બાઈકની સ્પીડ 300 આસપાસ હોવાનો દાવો છે. દુર્ઘટનામાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
દુર્ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં અગત્સ્ય તેના મિત્રો સાથે જઈ રહ્યો છે. એક વીડિયોમમાં જોઈ શકાય છે કે, તેનું બાઈક 269ની સ્પીડે પહોંચી જાય છે. આગળ જતા તે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવે છે અને દુર્ઘટના સર્જાય છે. ડિવાઈડર સાથે બાઈક અથડાયા બાદ તેનું હેલ્મેટ માથા પરથી નીકળી જાય છે અને માથુ પટકાય છે.
યુટ્યુબરે 300ની સ્પીડે ચલાવી બાઈક ! દુર્ઘટનામાં મોત, છેલ્લો વીડિયો આવ્યો સામે#ProRider1000 #ProRider1000Accident #YouTuber #AgastayChauhan #bike #speed #Death #Die #Accident #lastvideo pic.twitter.com/rGrsMCk9IU
— thechabuk (@thechabuk) May 4, 2023
અકસ્માત બાદના ફોટા સામે આવ્યા છે જેમાં તેના હેલ્મેટના પણ ટૂકડા જોઈ શકાય છે.

યૂટ્યુબ પરના પોતાના છેલ્લા વીડિયોમાં અગસ્ત્ય કહે છે, “મિત્રો તમને ખબર છે મારી બહેન અત્યારે લંડનથી આવી છે. તે મારે માટે ભેટ લાવી હતી પણ 20 દિવસથી આમ જ પડ્યું છે. ત્યારથી અનબૉક્સ નથી કર્યું. આને પણ દિલ્હી જઈને અનબૉક્સ કરીશ.” અને તે દિવસ આવ્યો જ નહીં.
અગત્સ્ય ચૌહાણની પ્રો રાઈડર 1000 નામની યુટ્યુબ ચેનલ છે. આ ચેનલ પર તેના લાખો સબસ્ક્રાઈબર પણ છે. સોશિયલ મીડિયાના વિવિધ એકાઉન્ટ પર લાખો લોકો તેને ફૉલો કરે છે. અગત્સ્યને સુપર બાઈકનો શોખ હતો. 20 લાખની જમ્બો બાઈકથી જ્યારે તે નીકળતો તો અલગ જ સ્પીડ હતી. યુવાનો તેના વીડિયોઝના દીવાના છે.

તાજેતરમાં જ પહેલા જ તેણે પોતાની યૂટ્યૂબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ તેને છેલ્લે વીડિયો બની ગયો. આમાં તેણે જણાવ્યું હતું કે તે દેહરાદૂનથી દિલ્હી માટે નીકળી રહ્યો છે અને ચ્યાં પહોંચીને પોતાની બહેને આપેલી ભેટ ખોલશે.

યૂટ્યૂબ પરના પોતાના છેલ્લા વીડિયોમાં અગસ્ત્ય કહે છે, “મિત્રો તમને ખબર છે મારી બહેન અત્યારે લંડનથી આવી છે. તે મારે માટે ભેટ લાવી હતી પણ 20 દિવસથી આમ જ પડ્યું છે. ત્યારથી અનબૉક્સ નથી કર્યું. આને પણ દિલ્હી જઈને અનબૉક્સ કરીશ.”
આ ઉપરાંત અકસ્માત પહેલાં અગસ્ત્યએ જણાવ્યું હતું કે પોતાની સુપરબાઈકને દિલ્હી પહોંચીને મોડિફાઈ કરાવશે. ઘણા સમયથી પ્લાન કરી રહ્યો હતો પણ મોકો જ ન મળ્યો. ઉત્તરાખંડની સીમા પાર કરતા યૂટ્યૂબરે બાઈકની સ્પીડ વધારી દીધી હતી. રસ્તામાં હાઈવે પર તે એકબીજા બાઈકરાઈડર સાથે રેસ પણ કરે છે. હેલમેટમાં લાગેલા કેમેરાથી યૂટ્યૂબર પોતાની વાતો ચાલુ રાખે છે. તે કહે છે કે આજે હું 300ની ઉપર જઈશ અને ખબર પડશે કે ZX બાઈક કેટલી સ્પીડ લઈ શકે છે. જો કે, ઓવરસ્પીડે યુટ્યુબરનો ભોગ જ લઈ લીધો.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ