Homeગુર્જર નગરીજામનગરઃ કરિયાણાના બાકીના નાણા માગ્યા તો દુકાનદારની હત્યા કરી દીધી !

જામનગરઃ કરિયાણાના બાકીના નાણા માગ્યા તો દુકાનદારની હત્યા કરી દીધી !

Team Chabuk-Gujarat Desk: જિલ્લામાં વધુ એક યુવાનની હત્યા થઈ જતા હાહાકાર મચી ગયો છે. શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવતા યુવાનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. સામાન ઉધાર લઈ ગયા બાદ આરોપી પાસેથી દુકાનદારે રુપિયા માગ્યા તો આરોપીએ દુકાનદારને રહેંસી નાખ્યો. દુકાનદારની હત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે.

જામનગર સિટી બી ડિવિઝન પોલીસ ચોપડે નોંધાયેલ વિગત મુજબ શહેરના નવાગામ ઘેડ, ગોપાલ ચોક, રાઠોડ ફળી, શ્રીજી પ્રોવિઝન સ્ટોર સામે યુવાનને છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતાં સહદેવસિંહ કેશુભા રાઠોના નામના યુવાન કરિયાણાની દુકાન થકી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આ દરમિયાન નવાગામ ઘેડ જ ગોપાલ ચોક, રાઠોડ ફળીમાં રહેતો જયદીપસિંહ ઉર્ફે મુંગો કેશુભા વાળા નામનો શખ્સ દુકાનેથી ઉધાર માલ લઇ ગયો હતો. બાદમાં આરોપી જયદિપસિંહ ઉર્ફે મંગો કેશુભા વાળાએ રૂપિયા ન આપતા સહદેવસિંહ કેશુભા રાઠોડે તેના પૈસાની ઉઘરાણી કરી હતી. પૈસાની ઉઘરાણીને પગલે જયદિપસિંહ ઉશ્કેરાઈ ગયો હતો અને સહદેવસિંહ પર છરી વડે તૂટી પડ્યો હતો.

સહદેવસિંહને છાતીની ડાબી બાજુ પડખામાં છરીનો ઘા વાગી જતા તે લોહીલુહાણ થયા હતા..લોહીલુહાણ હાલતમાં જ તેમને હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.. બીજી તરફ આરોપી ફરાર થઈ ગયો હતો. સહદેવસિંહનું મોત થતા તેના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

આ ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો બનાવ સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો. આ બનાવ અંગે કિશોરસિંહ નવલસિંહ રાઠોડએ આરોપી જયદીપસિંહ ઉર્ફે મુંગો કેશુભા વાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ હત્યાની કલમ આઇ.પી.સી. 302, જી.પી.એક્ટ કલમ 135(1) મુજબ ગુન્હો નોંધ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments