Homeગુર્જર નગરીઆગામી ત્રણ દિવસ આ ચાર જિલ્લાના લોકો સાચવજો ! આવશે ધૂળની આંધી

આગામી ત્રણ દિવસ આ ચાર જિલ્લાના લોકો સાચવજો ! આવશે ધૂળની આંધી

Team Chabuk-Gujarat Desk: હવામાન વિભાગ દ્વારા આગામી ૩ દિવસ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર જિલ્લામાં ધૂળની હળવી આંધીની આગાહી કરવામાં આવી છે. આજે તારીખ 29, આવતીકાલે તારીખ 30 અને 31 મેના રોજ આ ચારેય જિલ્લામાં ધૂળની હળવી આંધી આવવાની આગાહી કરાઈ છે.

dust strom

હવામાન વિભાગ દ્વારા આગામી ૩ દિવસ આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં આજથી તારીખ 31 મે સુધી ડસ્ટ સ્ટ્રોમ જોવા મળશે. ડસ્ટ સ્ટ્રોમ એટલે કે ધૂળની હળવી આંધી વંટોળના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાશે. આ સમય દરમિયાન પવનની ગતિ અંદાજે 40 કિલોમીટરથી ઓછી રહેશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે.

રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીમાં આંશિક ઘટાડો થશે. અરબી સમુદ્ર પરથી પવન ફૂંકાતા હવામાં ભેજનું પ્રમાણ વધ્યું છે. પવનની ગતિ 25થી 30 કિલોમીટર રહેવાની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, જૂનના પહેલા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતના વિસ્તારમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે. જેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે. ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોનસુન એક્ટિવિટીની અસર થઈ શકે છે. તો પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રી મોનસુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments