Homeગુર્જર નગરીહાર્ટ એટેકથી હાહાકારઃ રાજકોટમાં માસૂમના ધબકારા થંભી ગયા

હાર્ટ એટેકથી હાહાકારઃ રાજકોટમાં માસૂમના ધબકારા થંભી ગયા

Team Chabuk-Gujarat desk: રાજ્યમાં ફરી એકવાર હાર્ટએટેકેટના કેસમાં ઉછાળો આવ્યો છે. રાજકોટ જિલ્લામાં ફરી એકવાર હાર્ટ એટેકે હાહાકાર મચાવ્યો છે. રાજકોટમાં ચોથા ધોરણમાં ભણતા વિદ્યાર્થીનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. બાળક બે દિવસથી બીમાર હતો. આજે ( સોમવાર) જમતા સમયે અચાનક બેભાન થઈ ગયો હતો. જેણે સારવાર દરમિયાન અંતિમ અશ્વાસ લીધા હતા.

મળતી માહિતી અનુસાર રાજકોટમાં રહેતા અને ધોરણ 4માં અભ્યાસ કરતો પૂર્વાગ નેમિશભાઇ ધામેચા બે દિવસથી બીમાર હતો. ઝાડા-ઉલટીના કારણે તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી હતી. ત્યારે સોમવારે ઘરે જમવા બેઠો હતો તે દરમિયાન તેને ઉલટી આવતાં બેભાન થઇ ઢળી પડ્યો હતો. અચાનક આમ થતાં પરિવારજનો તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. પરંતુ હોસ્પિટલમાં પૂર્વાંગને સારવાર મળે તે પહેલા તેણે જીવ છોડી દીધો હતો.

પ્રાથમિક તપાસમાં બાળકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ અંગે વધુ માહિતી બાળકના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મળી શકશે.

heart attack

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments