Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં કાળમુખી માખીએ કહેર વરસાવ્યો છે.ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યા થઈ 45 થઇ ગઇ છે જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસોની સંખ્યા 130 પર પહોંચી ગઇ છે અને હજુ આ આંકડો સતત વધી રહ્યો છે. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધી 52 માસૂમોના જીવ ગયા છે.
ક્યાં કેટલા કેસ ?
ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ 130 કેસો છે. જે પૈકી સાબરકાંઠા 12, અરવલ્લી 07, મહીસાગર 02, ખેડા 07, મહેસાણા 07, રાજકોટ 06, સુરેન્દ્રનગર 05, અમદાવાદ કોર્પોરેશન 12, ગાંધીનગર 06, પંચમહાલ 15, જામનગર 06, મોરબી 05, ગાંધીનગર કોર્પોરેશન 03, છોટાઉદેપુર 02, દાહોદ 03, વડોદરા 06, નર્મદા 02, બનાસકાંઠા 05, વડોદરા કોર્પોરેશન 02, ભાવનગર 01 દેવભૂમિ દ્વારકા 01, રાજકોટ કોર્પેરેશન 04, કચ્છ 04, સુરત કોર્પોરેશન 02, ભરૂચ 03, અમદાવાદ 01, જામનગર કોર્પોરેશન 01 તેમજ પોરબંદર 01 શંકાસ્પદ કેસો મળેલ છે.
ચાંદીપુરા વાયરસની માખી એટલે કે સેન્ડ ફ્લાય ઘરની અંદરની બાજુ કાચી કે પાકી દિવાલ હોય અને જ્યાં ભેજવાળુ વાતાવરણ હોય ત્યાં જોવા મળે છે. કાચી-પાકી દિવાલમાં તિરાડ કે છિદ્ર હોય ત્યાં સેન્ડ ફ્લાય રહે છે. નરી આંખે આપણને જે માખી દેખાય છે તેના કરતા સેન્ડ ફ્લાય ચાર ગણી નાની હોય છે.
કેવી રીતે જન્મ લે છે માખી ?
સેન્ડ ફ્લાયની ઉત્પતિ માટે ભેજવાળું વાતાવરણ જરૂરી છે તે તો આપણે જાણ્યું ત્યારે તેની ઉત્પતિ માટે ગીચ ઝાડી વાળો વિસ્તાર હોવો જરૂરી છે. નર અને માદા માખી ગીચ ઝાડીમાં વિકસે છે. સેન્ડ ફ્લાય સવાર-સાંજ સક્રિય રહી શકે છે. દરેક માદા સરેરાશ 30 થી 70 ઈંડા મુકે છે. જો કે તેની આવરદાનો ગાળો અસ્પષ્ટ છે. કારણ કે ઘણા ઈંડા પ્રતિકૂળ વાતાવરણમાં નાશ પામે છે. જે ઈંડા ટકી રહે છે તેના સેવનનું કામ 20 દિવસ સુધી ચાલે છે. આ તબક્કો અવિક્સિત તબક્કો કહેવાય છે. લગભગ એક મહિનાનો સમય વીતે પછી ખોરાક તરીકે વનસ્પતિ લેવાનું શરૂ થાય છે. શિયાળાની સિઝન આવે ત્યાં સુધીમાં ઘણા ઈંડા નાશ પામતા હોય છે. આદર્શ રીતે જોઈએ તો એક અઠવાડિયાથી 13 દિવસની અંદર ઈંડા સંપૂર્ણપણે વિકસી જાય છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત