Homeગુર્જર નગરીજામનગરના આધેડનું અમરનાથ યાત્રા દરમિયાન નિધન, ઓક્સિજન લેવલ ઘટ્યા બાદ હ્રદય બંધ...

જામનગરના આધેડનું અમરનાથ યાત્રા દરમિયાન નિધન, ઓક્સિજન લેવલ ઘટ્યા બાદ હ્રદય બંધ પડ્યું

Team Chabuk-Gujarat Desk: જામનગરના 53 વર્ષીય આધેડ કલ્પેશ ઝવેરીનું અમરનાથ યાત્રા દરમિયાન નિધન થયું છે. અમરનાથના દર્શન કરી પરત ફરતી વખતે બાલતાલ નજીક ઓક્સિજન લેવલ નીચું આવતા સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

જામનગરમાં શેઠ ફળી વિસ્તારમાં રહેતા અને જામનગરના વિદ્યોતેજક મંડળમાં ફરજ બજાવતા એક કર્મચારીનું અમરનાથ યાત્રાએ ગયા પછી યાત્રા દરમિયાન ઓક્સિજનનું લેવલ ઘટી જતાં હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ નિપજ્યું છે. જેને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી માહિતિ મુજબ જામનગરમાં શેઠ ફળી વિસ્તારમાં રહેતા અને વર્ષોથી જામનગરની શૈક્ષણિક સંસ્થા વિદ્યોતેજક મંડળમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા કલ્પેશભાઈ નવીનભાઈ ઝવેરી (53 વર્ષ), કે જેઓ પોતાના અન્ય મિત્ર મંડળ સાથે જામનગરથી અમરનાથની યાત્રાએ ગયા હતા.

Jamnagar

કલ્પેશભાઈની તબિયત લથડતા તેમને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, તબિયત વધુ નાજુક હોવાથી તેઓને ઝડપી રિકવરી આવી ન હતી અને સારવાર દરમિયાન તેમના ધબકારા થંભી ગયા હતા.તેઓના નિધનના સમાચાર મળતાં પરિવારજનો તેમજ મિત્ર મંડળમાં ભારે શોકને લાગણી ફેલાઈ હતી. તેઓની સાથે જોડાયેલા અન્ય અમરનાથ યાત્રીઓ દ્વારા મૃતદેહને જામનગર લાવવામાં આવ્યો હતો. તેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં પરિવારજનો અને મિત્રો હાજર રહ્યા હતા અને અશ્રૃભીની આંખે અંતિમ વિદાય આપી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments