Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં ATSને મોટી સફળતા મળી છે. ATSની ટીમે રાજકોટમાંથી અતંકી સંગઠન અલકાયદા સાથે જોડાયેલા 3 શખ્સોને ઝડપી લીધા છે. ત્રણેયને ઝડપીને ATSએ વધુ પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ત્રણે શખ્સો રાજકોટની સોની બજારમાં ગોલ્ડ પોલીશનું કામ કરી રહ્યા હતા અને છેલ્લા છ મહિનાથી આતંકી સંગઠન અલકાયદાનો પ્રચાર કરી રહ્યા હતા. ત્રણે શખ્સો પાસેથી હથિયારો પણ મળ્યા છે. પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.
હાલ ATS તપાસ કરી રહી છે કે, આ શખ્સો સાથે અન્ય કોણ જોડાયેલું છે ? ઉપરાંત તેઓ તેમના આકાઓ સાથે કેવી રીતે જોડાયેલા હતા સાથે જ ATS એ પણ તપાસ કરી રહી છે કે તેઓ રાજકોટમાં કોઈ મોટા હુમલાની ફિરાકમાં હતા કે કેેમ.
ત્રણેય શખ્સો મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી હોવાનો ખુલાસો થયો છે. ત્રણેય શખ્સો અલકાયદાથી પ્રભાવિત થઈ તેની સાથે જોડાયા હોવાની પ્રાથમિક વિગતો છે. ઝડપાયેલા શખ્સોનું નામ અમન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝ હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ એ પણ ખુલાસો થયો છે કે, તેઓ રાજકોટમાં મુસ્લિમ ધર્મના યુવાનોનું બ્રેઈનવોશ કરી તેને અલકાયદા સાથે જોડી રહ્યા હતા. એટલે એ પણ તપાસનો વિષય છે કે, છેલ્લા છ મહિનામાં ત્રણેય શખ્સોએ કેટલા લોકોને પોતાની જાળમાં ફસાવ્યા છે.

3 શખ્સ પાસેથી મળેલું હથિયાર લોકલ વ્યક્તિ પાસેથી ખરીદ્યાની માહિતી સામે આવી છે. હથિયાર સપ્લાય કરનાર કોણ એ દિશામાં તપાસ હાથ ધરાઈ છે. સાથે જ ત્રણે ત્રણ આરોપીઓને એટીએસ અમદાવાદ લાવશે અને વધુ પૂછપરછ કરશે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત