Homeગુર્જર નગરીઅમદાવાદઃ સ્મશાનમાં દારૂના જથ્થા સાથે ભાજપના નેતાની ધરપકડ, CNG ભઠ્ઠીમાં જ્યાં શબ...

અમદાવાદઃ સ્મશાનમાં દારૂના જથ્થા સાથે ભાજપના નેતાની ધરપકડ, CNG ભઠ્ઠીમાં જ્યાં શબ સળગે ત્યાં જ છુપાવ્યો હતો દારૂ

Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હાટકેશ્વર સ્મશાનમાંથી પોલીસે વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્મશાન ગૃહને ચલાવવાનો પેટા કોન્ટ્રાક્ટ ધરાવતા અને ખોખરા વોર્ડનો ભાજપના અનુસૂચિત જાતિ મોરચાનો પ્રમુખ અક્ષય વેગડની 1800 બોટલ સાથે પોલીસે ધરપકડ કરી છે. પોલીસે કુલ 2.62 લાખનો વિદેશી દારૂ અને 11,000નો બિયરનો જથ્થો કબજે કર્યો છે. જ્યાં શબને અગ્નિદાહ આપવામાં આવતો તેની નીચે જ દારૂનો જથ્થો છુપાવવામાં આવતો.

તપાસમાં સામે આવ્યું છે કે, અક્ષય વેગડ અને તેનો ભાઈ રાજન વેગડ CNG ભઠ્ઠીના ભોયરામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને રાખતા હતા. સ્મશાનમાં જ રહેતા અને પેટા કોન્ટ્રાક્ટ ધરાવતો અક્ષય વેગડ દ્વારા ત્યાં દારૂ ઉતારી અને વેચાણ કરવામાં આવે છે.

પોલીસે દરોડો પાડતા CNG ભઠ્ઠીમાંથી દારૂ મળતા પોલીસ પમ ચોંકી ઉઠી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે, અક્ષય અને તેનો ભાઈ બહારથી વિદેશી દારૂ લાવી અને સ્મશાન ગૃહમાં સંતાડી દેતા હતા.બંનેને એવું હતું કે શ્મશાનમાં કોણ તપાસ કરવા આવશે પરંતું તેઓની આશા પર પોલીસે પાણી ફેરવી દીધું છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હાટકેશ્વર સ્મશાન ગૃહમાંથી વિદેશી દારૂ અને બિયર સાથે ઝડપાયેલો આરોપી અક્ષય વેગડ ખોખરા વોર્ડનો અનુસૂચિત જાતિ મોરચાનો પ્રમુખ છે. હાટકેશ્વર સ્મશાન ચલાવવા માટેનો પેટા કોન્ટ્રાકટ છે.

ahmedabad (2)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments