Team Chabuk-Gujarat Desk: ભાવનગરના મહુવાના તળાજામાં આહીર સમાજના આગેવાન ગીગા ભમ્મરે આપેલા વિવાદાસ્પદ નિવેદનના કારણે ચારણ સમાજમાં રોષ ફેલાયો છે. ગીગા ભમ્મરની ટીપ્પણી બાદ ચારણ સમાજમાં ભારે રોષ ભભૂક્યો છે, હકાભા ગઢવી તેમજ રાજભા ગઢવી, હરેશદાન ગઢવીએ આ અંગે સખત શબ્દોમાં રોષ વ્યક્ત કર્યો હતો. તો આહીર સમાજના કલાકાર માયાભાઈ આહીરે પણ આ નિવેદનને વખોડ્યું હતું. એટલું જ નહીં હકાભા ગઢવીએ તો કહ્યું હતું કે ‘ચારણ તરીકે હું આજથી તળાજાના અન્ન જળનો ત્યાગ કરૂ છું.’
ગીગા ભમ્મરનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ગીગા ભમ્મર જણાવી રહ્યાં છે કે, “ચારણનો ચાળો કોઈ દિવસ ન કરતા. ઘેર આવે તો બે રૂપિયા આપીને કાઢી જ મુકજો.”
આ મુદ્દે આહીર સમાજના લોકસાહિત્યકાર માયાભાઇ આહીરેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, આ ઘટના અને નિવેદનથી ચારણ સમાજ સાથે અમને પણ દુઃખ છે. આ જ્ઞાનના અભાવે એવું કર્યું હોય તેવું લાગે છે. ગીગા ભમ્મરના નિવેદનથી ગઢવી સમાજના કલાકારો અને આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કલાકાર હરેશદાનએ કહ્યું કે, ઇતિહાસ જાણ્યા વગર ગીગા ભમ્મરે સવાલ ઉઠાવ્યા છે. તો જીતુદાદએ કહ્યું કે, આવા વ્યક્તિને કાયદાકીય સજા થવી જોઇએ. પોલીસ ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની છે.
આ નિવેદન મુદ્દે રાજભા ગઢવીએ કહ્યું કે, આપણે કંઈ નુકસાન કર્યું હોય તેમ ઝેર ઓગેં છે, કહેવત પ્રમાણે ઓટલા યુનિર્વસિટી એટલે કે, ખબર જ ન હોય તેમ. ચારણત્વ શું છે તે તમે જાણો અને ન જાણવું હોય તો જાહેરમાં તમે બોલો ન. તેમણે વધુમાં કહ્યું કે, ચારણ 18 જાતિઓ સાથે જોડાયેલા છે. તેમણે અનેક બલિદાનો આપ્યા છે. આદીકાળથી ચારણ અને આહીર સમાજનો ઉજળો સંબંધ છે તે તેના પર આવા લોકો કાળા છાંટા નાખે છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત