Team Chabuk-Gujarat Desk: સુરતમાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલા સ્પામાં ક્રાઈમ બ્રાંચે દરોડા પાડીને સ્પામાં કામ કરતી 9 મહિલાઓ, 2 સંચાલક અને 2 ગ્રાહકો મળીને કુલ 13 લોકોની ધરપકડ કરી છે.
મળતી માહિતી પ્રમાણે સુરત ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે વેસુ વિસ્તારમાં સ્પાની આડમાં દેહવેપારનો ધંધો ચાલી રહ્યો છે. જેથી ક્રાઈમ બ્રાંચની ટીમે વેસુ વિસ્તારમાં આવેલા લકી ફેમિલી સ્પામાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન 9 મહિલાઓ સહિત કુલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બે મહિલા સંચાલક દ્વારા આ દેહ વ્યાપારનો ધંધો ચલાવવામાં આવતો હતો. દરોડા દરમિયાન સ્પામાંથી બે ગ્રાહકો પણ ઝડપાયા છે. પોલીસ રોકડ રૂપિયા અને મોબાઈલ સહિત કુલ 44 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
સુરતના વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ‘આભવા રોડ પાસે આવેલા નંદણી-૧ એપાર્ટમેન્ટની બાજુમાં વેસ્ટ ફિલ્ડ કોમ્પ્લેક્ષના બીજા માળે દુકાન નં.એમ-૪ લકી ફેમિલી સ્પાના માલીક મીનાબેન શંકરસિંહ રાજપુત તેમજ એમ-૦૧ ફિલ ફેમિલી સ્પાના માલીક અંકીતસિંહ રાજપુત રહે,સુરત શહેર (વોન્ટેડ) નાઓએ દુકાન ભાડેથી રાખી, મસાજના નામે લલનાઓ રાખી, ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ, શરીર સુખ માણવાની સવલતો પુરી પાડવામાં આવે છે’ વગેરે બાતમી હકિક્ત આધારે સદર જગ્યાએ રેઈડ કરતાં (૧) એમ-૦૧ ફિલ ફેમિલીના સંચાલક શરૂતીદેવી ઉર્ફે મુસ્કાન તે શશીભુશન ચૌધરી ઉ.૨૪ રહે.કૈલાશ ચોકડી શની દેવના મંદિર પાસે રૂમ નં.૧૨ ગુ.હા.પાંડેસરા સુરત (૨) એમ- ૦૧ ફિલ ફેમિલીના કર્મચારી- સંતોષ તારક ઘોષ ઉ.૩૨ રહેવાસી – ૨૮ વિનાયકનગર કૈલાશ ચોકડી પાસે પાંડેસરા સુરત શહેર (૩) એમ-૪ લકી સ્પાના માલીક, મીનાબેન શંકરસિંહ રાજપુત ઉ.૩૮ રહે.અંજની નંદન રો-હાઉસ પાણીની ટાંકીની બાજુમા ભેસ્તાન આવાસ સ્ટેશન રોડ સુરત શહેર (૪) એમ-૪ લકી સ્પામાં મળી આવેલ કસ્ટમર;સિકંદર પ્રસાદ રામ ચંદ્ર પ્રસાદ કુશવાહા ઉ. ૪૦ રહે.૪૮ કર્મયોગી વિભાગ-પોલીસ કોલોની પાસે પાંડેસરા સુરત શહેર નાઓ હાજર મળી આવેલ. જેમાં કુલ રોક્કા રુપિયા ૭,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૪ જેની કુલ્લે કિંમત ૩૭,૦૦૦/- સહિત કુલ ૪૪૦૦૦/-નો મુદ્દામાલ ગુન્હાના કામે જપ્ત કરી, પકડાયેલ આરોપીઓ તેમજ મળી આવેલ ૦૯ ભારતીય મહિલાને વધુ પુછપરછ માટે વેસુ પોલીસ સ્ટેશનમાં સોંપી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત