Homeદે ઘુમા કેGOOD NEWS: રોહિત શર્માની ઈજા નથી ગંભીર, સેમીફાઈનલમાંથી બહાર થવાની સંભાવના નહિવત

GOOD NEWS: રોહિત શર્માની ઈજા નથી ગંભીર, સેમીફાઈનલમાંથી બહાર થવાની સંભાવના નહિવત

Team Chabuk-Sports Desk: સેમીફાઈનલ મેચ પહેલાં ભારતીય ટીમ માટે સારા સમાચાર આવ્યા છે. અહેવાલ છે કે, રોહિત શર્માને થયેલી ઈજા બહું ગંભીર નથી. પ્રાથમિક સારવાર બાદ રોહિત ફરીથી નેટ પ્રેક્ટીસ કરતા જોવા મળ્યો હતો. જેનાથી ભારતીય ટીમ અને ફેન્સને જે ચિંતા હતી તે દૂર થઈ છે.

એડીલેડમાં નેટ્સમાં બેટિંગની પ્રેક્ટિસ કરતી વખતે રોહિત શર્માના જમણા હાથમાં ઈજા થઈ હતી. ત્યારબાદ તેણે થોડો સમય બેટિંગ પ્રેક્ટિસમાં વિતાવ્યો હતો. સારવાર દરમિયાન ખબર પડી કે ઈજા બહુ ગંભીર નથી, ત્યારબાદ રોહિત ફરીથી નેટ્સમાં બેટિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો. રોહિતને ફરીથી બેટિંગ પ્રેક્ટિસ કરતા જોઈને માત્ર ભારતીય ટીમે જ રાહતનો શ્વાસ લીધો છે.

રોહિત શર્માને ઈજા થતાં જ સેમીફાઈનલમાં કેપ્ટનશીપ મુદ્દે ચર્ચા વહેતી થઈ હતી. જો રોહિત શર્મા જો સેમીફાઈનલમાંથી બહાર થઈ જાય છે તો તેના સ્થાને ભારતીય ટીમની કમાન ઉપ-કેપ્ટન કે.એલ રાહુલ સંભાળશે. તો ઓપનિંગમાં કે.એલ રાહુલની સાથે રોહિત શર્માના સ્થાને વિરાટ કોહલી અથવા ઋષભ પંતમાંથી કોઈ એક જોવા મળી શકે છે.

T20 World Cup 2022માં રોહિત શર્માનું બેટ અત્યાર સુધી શાંત રહ્યું છે. ટૂનામેન્ટમાં અત્યાર સુધીમાં રોહિતે 5 મેચમાં 89 રન બનાવ્યા છે જેમાં તેનની એક અર્ધસદી પણ સામેલ છે. પરંતુ રોહિતની આગેવાનીમાં ટીમે 5માંથી 4 જીત મેળવી પોઈન્ટ્સ ટેબલ પર ટોચનું સ્થાન મેળવ્યું છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments