Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં પુત્ર-પૂત્રવધૂના અંગતપળોના વીડિયો વેબસાઈટ પર મુકવાના કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી સસરાએ ઘરના એક રૂમમાં મસાજ પાર્લર પણ બનાવ્યું હતું. આ મસાજ પાર્લરમાં પણ તેણે વેબ કેમેરો લગાવ્યો હતો. એટલું જ નહી આરોપી સસરાએ ઓનલાઇન સેક્સ ટોયઝ પણ મંગાવ્યા હતા.
આ ઉપરાંત ન્યૂડ વીડિયો વેબસાઇટ પર મુકવા માટે સસરાએ પીડિતા પાસે નગ્ન ડાન્સ પણ કરાવ્યાનો દાવો છે. ક સસરો પુત્રવધૂ પાસે રાત્રે બે-બે કલાક સુધી નગ્ન ડાન્સ કરાવતો હોવાનો પીડિતાએ આરોપ લગાવ્યો છે.
ભોગ બનનાર પરિણીતાએ એવા આક્ષેપો કર્યા હતા કે સસરાએ તે જયારે પ્રેગનન્ટ હતી ત્યારે પતિ પાસેથી તેના પેટ સહિતના ભાગોનો વીડિયો ઉતરાવ્યો હતો. આ ઉપરાંત નગ્ન વીડિયો પણ ઉતરાવ્યા હતા. સસરા તેના આ વીડિયો જોતા હતા. જેમાં સાસુ પણ સાથ આપતી હતી.
સસરાએ પીડિતાના રૂમમાં કેમેરા ફીટ કરાવ્યા હતા. જ્યારે પતિ-પત્ની અંગતપળો માણતા ત્યારે સસરો પોતાના રૂમમાં લગાવેલી સ્ક્રીન પર તેને લાઈવ જોતો. સસરાએ પુત્રવધૂને નગ્ન વીડિયો બતાવી તે મુજબ એકટ કરવા દબાણ કર્યું હોવાનો પણ દાવો છે. એક એડલ્ટ વેબસાઈટ ઉપર તેના લાઈવ શો પણ કર્યા હતા. જેમાં તેના માસ્ક પહેરાવેલા કામૂક વીડિયો મૂકાવ્યા હતા.
સાયબર ક્રાઇમના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (એસીપી) વિશાલ રબારીએ કહ્યું હતું કે પીડિતાના જણાવ્યા અનુસાર, વેબ સાઇટ માટે તેના પતિ સાથે 10 વખત શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આરોપીઓના ઘરની તપાસ કરતા માસ્ક અને કપડાં, સીસીટીવીનું ડીવીઆર, કોમ્પ્યુટર સિસ્ટમ, વેબકેમ વગેરે કબજે કરાયું હતું.
આ ઉપરાંત આરોપી સસરાએ એક હોટલમાં 3 આફ્રિકન કોલગર્લ બોલાવી હતી. જેની સાથે પતિને સેકસ કરવાનું કહી તેજ રીતે તેને ઘરે પણ પતિ સાથે સેકસ કરવાની ફરજ પાડી હતી.
મહત્વનું છે કે, તાજેતરમાં જ રાજકોટ સાયબર પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધાયો છે. જેમાં રૂપિયા કમાવવાની લાલચે સાસુ-સસરાએ પુત્ર અને પુત્રવધૂના અંગત પળોના વીડિયો ઉતારી એડલ્ટ વેબસાઈટ પર મુકતા ખળભળાટ મચી ગયો હતો. પરિણીતાએ સાયબર ક્રાઇમમાં સાસુ-સસરા અને પતિ સામે ફરિયાદ નોંધાવી હતી.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા