Team Chabuk-Gujarat Desk: સુરતમાં સીંગણપોર પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મહિલાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મહિલા કોન્સ્ટેબલે સુસાઇડ કરતા પહેલા એક સુસાઈડ નોટ પણ લખી છે. પોતાની માતાને ઉદ્દેશીને તેણે લખ્યું છે કે અજાણ્યા વ્યક્તિ પર ભરોસો મુકવો જોઈતો ન હતો.
મળતી માહિતી મુજબ સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતી અને પોલીસ ખાતામાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનું નામ હર્ષાબેન ચૌધરી હોવાનું સામે આવ્યું છે. હર્ષા ચૌધરીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.
સિંગણપોર પોલીસ સ્ટેશનમાં છેલ્લા થોડા સમયથી મહિલા કોન્સ્ટેબલ તરીકે હર્ષા ફરજ બજાવી રહી હતી. અને અહીં મહેશ્વરી પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતી હતી. પોલીસે જણાવ્યું હતું કે, મહિલા કોન્સ્ટેબલ હર્ષાબેન ચૌધરી ગત રાત્રી સુધી સિંગાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ ઉપર હાજર હતા. ત્યારબાદ આજે તેઓ પોલીસ સ્ટેશન ખાતે ફરજ ઉપર આવ્યા ન હતા. જેને લઇ તેમનું સંપર્ક કરવામાં આવતા સંપર્ક થઈ શક્યો ન હતો. આ દરમિયાન પોલીસ દ્વારા તપાસ કરતાં મહિલા કોન્સ્ટેબલ હર્ષાબેન ચૌધરીનો તેના રૂમમાંથી પંખા પર લટકેલો મૃતદેહ મળી આવ્યો હતો.
બીજી તરફ કોન્સ્ટેબલના રૂમમાંથી પોલીસને એક સુસાઇડ નોટ મળી આવી છે. આ સુસાઈડનોટ કોન્સ્ટેબલે પોતાની માતાને સંબોધીને લખી છે. જેમાં તેણે કહ્યું છે કે અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ મૂક્યો તે મારી ભૂલ હતી. મહિલા કોણ અજાણ્યા વ્યક્તિની વાત કરી રહી છે તે જાણી શકાયું નથી. સુસાઈડ નોટના આધારે પોલીસે વધુ તપાસ શરુ કરી છે.

તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત