Homeગુર્જર નગરીભાજપના MLA ઈનામદારે સાંભળ્યો અંતરાત્માનો અવાજ, ફોડ્યો ઈ-મેઈલ બોમ્બ !

ભાજપના MLA ઈનામદારે સાંભળ્યો અંતરાત્માનો અવાજ, ફોડ્યો ઈ-મેઈલ બોમ્બ !

Team Chabuk-Gujarat Desk: સોમવારે મોડી રાતે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈમાનદારે રાજીનામું આપી દીધું છે. જોકે, વાત એવી પણ મળી રહી છે કે, વિધાનસભા અધ્યક્ષે હજી રાજીનામું સ્વીકાર્યુ નથી.

કેતન ઈમાનદારે ધારાસભ્ય પદેથી વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપતા ભાજપના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. તેમણે રાજીનામું આપતા જણાવ્યુ છે કે, અંતર આત્માને માન આપીને રાજીનામું આપ્યું છે.

કેતન પટેલના રાજીનામાનો એક પત્ર સામે આવ્યો છે, જેમા તેમણે જણાવ્યુ છે કે, ‘વંદેમાતરમ સહ જણાવું છું કે, હું કેતનકુમાર મહેન્દ્રભાઇ ઈમાનદાર, 135 સાવલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરું છું. મારા અંતર આત્માના અવાજને માન આપીને મારૂ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપું છું. જે સ્વીકારવા વિનંતી છે.’

સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીને મેઇલ દ્વારા રાજીનામું મોકલ્યું છે. કેતન ઇનામદારના વિરોધીઓને ભાજપમા મોટા કરાઇ રહ્યા હોવા મુદ્દે રાજીનામું આપ્યાની વાતો ચર્ચાઇ રહી છે. જોકે જયાં સુધી કેતન ઈમાનદાર અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું રુબરુમાના સોંપે ત્યાં સુધી ધારાસભ્ય પદેથી તેઓનું રાજીનામું નહીં ગણાય. મળતી માહિતી પ્રમાણે, રાજીનામું અધ્યક્ષને રુબરુ સોંપવાની પ્રક્રિયા કેતન ઇનામદારે પૂર્ણ નથી કરી આ સાથે તેમણે અધ્યક્ષનો સમય પણ નથી લીધો.

વડોદરા જિલ્લાની સાવલી બેઠક પર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. આ બેઠક પર ભાજપના કેતન ઇનામદારને એક લાખથી વધુ મત મળ્ય તો કોંગ્રેસના કુલદીપસિંહ રાઉલજીને 65,078 મત જ્યારે આપના ઉમેદવાર વિજય ચાવડાને માત્ર બે હજાર જેટલા જ મત મળ્યા હતા.

MLA Ketan Inamdar

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments