Team Chabuk-Political Desk: આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી આજે ભાજપમાં જોડાય તેવી અટકળો ચાલતી હતી. કમલમમાં બપોરે કેસરિયો ધારણ કરશે તેવી ચર્ચા ચાલી રહી હતી. શપથ વિધિ પહેલાં ધારાસભ્ય દ્વારા પક્ષપલટાની ચર્ચાએ રાજકીય માહોલ ગરમાયો હતો, જોકે, હાલમાં જ ભૂપત ભાયાણીએ મીડિયા સમક્ષ આવીને આ વાતને નકારી છે. તેમણે કહ્યું, ભાજપમાં ક્યારેય નહીં જોડાઉ, જે પાર્ટીએ મને ટિકિટ આપી છે તેની સાથે ગદ્દારી નહીં કરું.
રાજ્યમાં તાજેતરમાં જ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમાં ભાજપે ઐતિહાસિક 156 બેઠક જીતીને ફરી એક વખત સરકાર બનાવી છે. ત્યારે રાજ્યમાં પ્રથમ વખત ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ પણ 5 બેઠક મેળવી હતી. ત્યારે આજે વિસાવદરની બેઠક પર AAP પાર્ટી તરફથી ચૂંટણી લડી જીતેલા ભૂપત ભાયાણી પક્ષપલટો કરશે તેવી ચર્ચીએ જોર પકડ્યું હતં. જોકે, આ વાતને તેઓએ અફવા ગણાવી હતી.
વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી જીત મેળવી જાયન્ટ કિલર સાબિત થયા હતા. ભાજપે અહીં કૉંગ્રેસ છોડીને આવેલા હર્ષદ રીબડિયાને ટિકિટ આપી હતી તો કૉંગ્રેસે કરશન વડોદરિયાને મેદાને ઉતાર્યા હતા. જોકે, આપના ભૂપત ભાયાણી આ બંને ઉમેદવારોને હાર આપી જીત મેળવવામાં સફળ રહ્યા હતા. ભૂપત ભાયાણી કે જે આ વિસ્તારમાં 108ની છાપ ધરાવે છે. ભૂપત ભાયાણીની રાજકીય સફર સરપંચથી સીધી જ ગાંધીનગર સુધી પહોંચી છે. ભાજપમાં રહેલા ભૂપત ભાયાણીએ બે વર્ષ પહેલાં જ પાર્ટી છોડી હતી અને આપમાં જોડાયા હતા.
વિસાવદર વિધાનસભાની ચૂંટણી જીતેલા ભૂપત ભાયાણી કે જેવો એક સમયના આ વિસ્તારમાં ભાજપના દિગ્ગજ અને કદાવર નેતા તરીકે જાણીતા હતા. પરંતુ કોઈ કારણોસર ભાજપ છોડી તેઓ આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. આમ આદમી પાર્ટીમાં ગયા પછી પોતે વિધાનસભાની ચૂંટણી પહેલાં જ લોકસંપર્ક વધારી આમ આદમી પાર્ટીના વિચારો લોકોને સમજાવ્યા હતા. આમ આદમી પાર્ટીએ તેમનું પ્રબળ નેતૃત્વ જોઈ તેમને વિસાવદર વિધાનસભાની ટિકિટ આપી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત