Homeગુર્જર નગરીAAP નેતા ઈસુદાન ગઢવીનો લીકરનો રિપોર્ટ પોઝિટિવ, રિપોર્ટ અંગે ઉઠ્યા સવાલ

AAP નેતા ઈસુદાન ગઢવીનો લીકરનો રિપોર્ટ પોઝિટિવ, રિપોર્ટ અંગે ઉઠ્યા સવાલ

Team Chabuk-Gujarat Desk: આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીનો લિકરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પેપર લીક કાંડ મામલે AAPના નેતાઓ અને કાર્યકરો ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધપ્રદર્શન કરવા પહોંચ્યા હતા. આ ઘર્ષણ બાદ ભાજપની મહિલા કાર્યકર શ્રદ્ધા રાજપૂતે ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ અને કાર્યકરો પર છેડતીનો આરોપ મુકતા ઇસુદાન ગઢવીને મેડિકલ ટેસ્ટ માટે ગાંધીનગર સિવિલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ઇસુદાનનો નશાનો પ્રાથમિક રિપોર્ટ નોર્મલ આવ્યો છે, જ્યારે આજે તેમનો લીકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હવે ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેસનમાં દાખલ એફઆરઆઈ દાખલ કરવામાં આવશે.

બીજીતરફ ઈસુદાને મીડિયાને જણાવ્યું કે, ભાજપ નિન્મકક્ષાની રાજનીતી કરે છે. મેં મારી જિંદગીમાં ક્યારેય દારૂ નથી પીધો, ઈશ્વરના સોગંધ ખાઉ છું કે મેં ક્યારે દારૂ પીધો નથી અને પીવાનો પણ નથી. મને ગોળી મારશો તો પણ જનતા માટે મરી જવા તૈયાર છું.

જ્યારે આપના નેતા મહેશ સવાણીએ ઈસુદાનના લિકર રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં સવાણીએ જણાવ્યું હતું કે ઈસુદાન ગઢવીનો પ્રાથમિક રિપોર્ટ નેગેટિવ આવ્યો તો બીજો રિપોર્ટ પોઝિટિવ કેવી રીતે આવ્યો? ઘટનાના 12 દિવસ પછી રિપોર્ટ કેમ આવ્યો? આ ઉપરાંત ઘટનાના સીસીટીવી ફૂટેજ હજી કેમ બહાર આવ્યા નથી?

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments