Homeગામનાં ચોરેઉત્તર કોરિયાને આર્થિક સંકટમાંથી ઉગારવા કિમ-જોંગ આત્મનિર્ભરતા અને વિકાસ પર ધ્યાન આપશે

ઉત્તર કોરિયાને આર્થિક સંકટમાંથી ઉગારવા કિમ-જોંગ આત્મનિર્ભરતા અને વિકાસ પર ધ્યાન આપશે

Team Chabuk- National Desk: ઉત્તર કોરિયાની સરકારી મીડિયાએ દેશના સુપ્રીમો કિમ-જોંગ-ઉન વિશે માહિતી આપી હતી. આ અઠવાડિયાના રાજનીતિક સંમેલનમાં ભાષણ આપતા કિમ-જોંગ-ઉને સૈન્ય ક્ષમતામાં વૃદ્ધિ કરવી, ઘર આંગણે વિકાસની પ્રક્રિયામાં જોર આપવું અને કોરોનાને અટકાવવાના ઉપાયો પર દેશને સંબોધિત કર્યું હતું. કિમ-જોંગે દેશની અર્થવ્યવસ્થામાં સુધારો લાવવા માટે સંકલ્પ પણ લીધો હતો, જોકે આ સમગ્ર ભાષણમાં ઉત્તર કોરિયાના તાનાશાહે પરમાણુ હથિયાર ન બનાવવા અને અમેરિકા સાથેના તેના સંબંધોને લઈ મગનું નામ મરી નહોતું પાડ્યું.

કેટલાક નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, તેનો અર્થ એ છે કે કિમ જોંગને અમેરિકા સાથે જલ્દી જ ફરી ચર્ચા શરૂ કરવામાં કોઈ રસ નથી અને તે દેશને મહામારીની અડચણોમાંથી બહાર કાઢી આત્મનિર્ભર અર્થવ્યવસ્થાની તરફ લઈ જવા માગે છે. ઉત્તર કોરિયાના તાનાશાહે પોતાના શાસનના દસ વર્ષ પૂર્ણ થવા પર શનિવારના રોજ કરેલા પોતાના સંબોધનમાં પરમાણુ હથિયારો કે અમેરિકાની તુલનામાં ઘર આંગણે વિકાસ, ફેક્ટરીઓ અને શાળાના યુનિફોર્મ પર ભાર આપ્યો હતો.

કોરિયા વર્કર્સ પાર્ટીની આઠમી કેન્દ્રિય સમિતિની બેઠકના અંતિમ દિવસે તેણે કહ્યું હતું કે, 2022માં ઉત્તર કોરિયાનું મુખ્ય લક્ષ્ય આર્થિક વિકાસ અને લોકોના જીવનમાં સુધાર લાવવાનું રહેશે, કારણ કે લોકો જીવન અને મોતની વચ્ચે સંઘર્ષનો સામનો કરી રહ્યા છે. પ્રથમ વર્ષના અંતમાં કિમ જોંગ સામાન્ય રીતે પોતાના ભાષણમાં અમેરિકા, દક્ષિણ કોરિયા અથવા તો પરમાણુ હથિયાર પર ટીપ્પણી કરતો રહ્યો છે. જોકે આમાનું કંઈ પણ આ વર્ષના અંતના વક્તવ્યમાં નહોતું દેખાયું, જેનું સ્પષ્ટ કારણ છે કે ભારે અનુશાસનમાં માનતા કોરિયા દેશને પણ કોરોનાએ લપડાક મારી છે.

નિષ્ણાતો માને છે કે કિમ જોંગ ઉનના ભાષણાં વિકાસ અને ઘર આંગણે આત્મનિર્ભર બનવાની વાતો એ સાબિત કરે છે કે ઉત્તર કોરિયા આર્થિક સંકટનો સામનો ઝઝૂમી રહ્યું છે. ઉત્તર કોરિયાએ બોર્ડર પર લગાવેલા લોકડાઉનથી ખૂદને વિશ્વથી અલગ-થલગ કરી નાખ્યું હતું. કિમ જોંગે કહ્યું હતું કે, આપણે લોકોને 2022માં પંચવર્ષીય યોજના લાગુ કરવાની ગેરન્ટી દેવી છે અને રાષ્ટ્રીય વિકાસ તથા લોકની જીવનશૈલીમાં પરિવર્તન લાવવું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments