Homeગુર્જર નગરીAAPના વિસાવદરના ધારાસભ્ય સુરતની હોટેલમાં યુવતી સાથે ઝડપાયા

AAPના વિસાવદરના ધારાસભ્ય સુરતની હોટેલમાં યુવતી સાથે ઝડપાયા

Team Chabuk-Gujarat Desk: આમ આદમી પાર્ટીના વધુ એક ધારાસભ્ય વિવાદમાં આવ્યા છે. આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા એક નેતાનો વીડિયો વાઈરલ થતાં રાજકીય વાતાવરણમાં એકાએક ગરમાવો આવ્યો છે. આ વાઈરલ વીડિયો સુરત શહેરની નજીક કડોદરાની એક હોટલના CCTVનો છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, AAPના ધારાસભ્ય હોટેલમાં યુવતી સાથે આવે છે. રિશેપ્શન પર રજિસ્ટરમાં સહી કરે છે અને તેની સાથે રૂમમાં જતા રહે છે. આ વીડિયોને લઈને અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. વીડિયો સુરત શહેરની નજીક કડોદરાની એક હોટલનો હોવાનો દાવો છે.

જે સીસીટીવી સામે આવ્યા છે એમાં મહિલા સાથે જે વ્યક્તિ ઊભી છે તે ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. યુવતી સાથે નજીકનો સંબંધ હોવાને લીધે તેઓ અહીં હોટલમાં રૂમમાં સમય પસાર કરી રહ્યા હોવાનો દાવો છે. આ બાબતની જાણ તેના પતિને થતાં તે પોતે અહીં પહોંચી ગયો અને તેના આવતાંની સાથે જ ધારાસભ્ય મોઢા ઉપર રૂમાલ રાખીને હોટલ છોડીને નીકળી ગયા હોવાનો દાવો છે. વીડિયો સામે આવતાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય યુવતી સાથે રંગરેલિયા મનાવતા હોવાની વાતે પણ જોર પકડ્યું છે.

doctor plus

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments