Homeગુર્જર નગરીરાજકોટ: પરણિતાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું, પતિ અને પતિની પ્રેમિકા સામે...

રાજકોટ: પરણિતાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું, પતિ અને પતિની પ્રેમિકા સામે ફરિયાદ

Team Chabuk-Gujarat Desk: રાજકોટમાં એક પરણિતાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ. શહેરમાં રહેતી 32 વર્ષીય પરણિતા અલકાબેન પરમારે ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું. સમગ્ર મામલે મૃતકના નાના ભાઈએ બનેવી, સસરા અને સાસુ અને બનેવીની પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસને આપેલી ફરિયાદમાં નયનભાઈ ચૌહાણે જણાવ્યુ છે કે, તેમની બહેન અલ્કાના લગ્ન અંદાજિત 11 વર્ષ પૂર્વે જસ્મીનભાઈ પરમાર નામના વ્યક્તિ સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેમને હાલ નવ વર્ષની તન્વી નામની દીકરી છે. અંદાજિત એક વર્ષ પૂર્વે મારા બહેને પેટની કોથળીમાં ગાંઠ હોવાથી ઓપરેશન કરાવ્યું હતું. જેના કારણે ઓપરેશન દરમિયાન પેટની કોથળી કઢાવી નાખવામાં આવી હતી.

જસ્મીનભાઈને વંશ આગળ વધારવા સંતાનમાં દીકરો ન હોવાથી બહેનને તેમના પતિ, સાસુ-સસરા શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હતા. તેમજ મૃતક બહેનના પતિને તેમની પાડોશમાં રહેતી પાયલ નામની યુવતી સાથે પ્રેમ સંબંધ છે.

મૃત્યુ બાદ મારી બહેનનો ફોન ચેક કરતા તેમાં બે જેટલા વીડિયો જોવા મળ્યા હતા. એક વીડિયોમાં મારી બહેન બોલે છે કે, ‘જસ્મીન વઇ જા વઇ જા એવું કરે છે પરંતુ મારે ક્યાં જવું?’ જ્યારે કે બીજા વીડિયોમાં મારી બહેન બોલે છે કે, ‘જસ્મીનને હું નથી જોઈતી એટલા માટે હું આ પગલું ભરી રહી છું. હું મરી જાઉં છું હવે દવા પીને મારી છોકરીને સંભાળી લેજો બધા. એક સુસાઇડ નોટ પણ લખેલી છે જેનો ફોટો પણ મારી બહેનના મોબાઇલમાંથી મળી આવ્યો છે.’ હાલ આ સમગ્ર મુદ્દે માલવિયાનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments