Team Chabuk-Gujarat Desk: રાજકોટના ગોંડલ તાલુકાના પેટ્રોલ પંપમા લૂંટ અને હત્યાના પ્રયાસ કેસમાં છેલ્લાં 37 વર્ષ થી ફરાર આરોપી ઝડપાઈ ગયો છે. પંચમહાલ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમનાં હાથે આ આરોપી ઝડપાયો છે. ઘણા વર્ષોથી આરોપી ગુનો કરી ફરાર થઈ ગયો હતો. 1986માં આ લૂંટની ઘટના બની હતી. ગોધરા પેરોલ ફર્લો સ્કોડ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે રાજકોટના ગોંડલ તાલુકા પોલીસ મથકે વર્ષ 1986 દરમિયાન રાત્રિના સમયે લૂંટ અને હત્યાના પ્રયાસ નોંધાયેલ કેસનો ચડ્ડી બનિયાન ધારી ગેંગનો ફરાર આરોપી શહેરા તાલુકાના ભૂરખલ ગામે કોઈ સબંધીને ત્યાં આવ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જે ચોક્કસ બાતમીનાં આધારે ગોધરા પેરોલ ફર્લો સ્કોડની ટીમે છાપેમારી કરી આરોપીને ઝડપી પાડયો હતો.
આરોપી ભારત ચડ્ડી બનીયાન ધારી ગેંગના અન્ય સાત લોકો સાથે મળી રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલ એક પેટ્રોલ પંપ ઉપર પર રાત્રિના 1 વાગ્યા નાં સુમારે લૂંટ કરી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વર્ષ 1986 દરમિયાન લૂંટ અને હત્યાનાં પ્રયાસ જેવાં ગંભીર ગુનાને અંજામ આપી આરોપી ભાગી છૂટયો હતો. ત્યારથી આરોપી ગોંડલ પોલીસ ચોપડે ફરાર જાહેર કરવામાં આવ્યો હતો. આ આરોપી પોતાની ઓળખ છૂપાવી 30 વર્ષ સુઘી પુનામાં છુપાઈને રહ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
હાલ 12 દિવસ અગાઉ તે પોતાનાં વતન ભુરખલ ગામે આવ્યો હતો અને પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. આરોપી ભારત ઊર્ફે ભારતીયો 7 પૂત્ર અને 3 દીકરી એમ કુલ 10 સંતાનનો પિતા છે. હાલ પેરોલ ફર્લો સ્કોડની ટીમ દ્વારા જરુરી કાર્યવાહી હાથ ધરી આરોપીને ગોંડલ પોલીસને સોંપવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત