Homeગુર્જર નગરીપંચમહાલ: ખેતરમાંથી યુવકની લાશ મળી, પોલીસે 4 આરોપીની કરી ધરપકડ

પંચમહાલ: ખેતરમાંથી યુવકની લાશ મળી, પોલીસે 4 આરોપીની કરી ધરપકડ

Team Chabuk-Gujarat Desk: પંચમહાલના હાલોલના કંજરી ગામેથી 5 દિવસ પહેલાં ખેતરમાંથી અજાણ્યા યુવકની લાશ મળી હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે સામાન્ય બાબતમાં જ યુવકની હત્યા કરી દેવાઈ હતી. પોલીસે આ હત્યા કેસમાં એક મહિલા સહિત 4 આરોપીની ધરપકડ કરી છે. અજાણ્યો યુવક ખેતરમાંથી દાંતરડું અને કુહાડી લઈને ભાગ્યો હતો. જેને જોઈ જતાં મહિલા સહિત ચારેય આરોપીએ પહેલાં તો તેને પકડી દોરીથી હાથ બાંધી દીધા હતા. બાદમાં ઢોર મારતા તેનું મોત થયું હતું. અજાણ્યા યુવકની હત્યાના ચાર દિવસ બાદ લાશ મળી આવી હતી.

આ કારણોસર એ સમયે લાશ કોહવાઈ ગઈ હતી. હાલ તો પોલીસે મૃત્યુ પામનાર અજાણ્યા યુવકની ઓળખ માટે તપાસ શરૂ કરી છે. હાલોલ તાલુકાના કંજરી ગામની સીમમાં આવેલ દિવેલાના ખેતરમાંથી અંદાજે પાંચ દિવસ પૂર્વે હત્યા થયેલી હાલતમાં 40 વર્ષીય યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

આ બનાવ અંગેની જાણ હાલોલ ગ્રામ્ય પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હત્યા થયેલી લાશ મળી આવતા નાયબ પોલીસ અધિક્ષક હાલોલ અને ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.પોલીસે અજાણ્યા ઈસમ સામે હત્યાનો ગુનો નોંધી મૃતકની ઓળખ છતી કરવા તેમજ હત્યારાને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ તાલુકાના કંજરી ગામની સીમમાં આવેલ દિવેલાના ખેતરમાંથી અંદાજિત 40 વર્ષ ના અજાણ્યા યુવાન ના બંને હાથ પાછળ બાંધેલા અને હત્યા કરેલી હાલત માં લાશ પડી હોવાની જાણ હાલોલ ગ્રામ્ય પોલીસને થતા ઘટના સ્થળે દોડી આવી હતી.આશરે આઠ થી દસ દિવસ પૂર્વે હત્યા થયેલી લાશ વિક્રુત હાલત માં હોવાથી હાલ આ યુવાક કોણ છે તેની ઓળખ થઇ નથી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments