Team Chabuk-Gujarat Desk: ભારતમાં કોરોનાને એક વર્ષ થયું છે. રસી આવી ગઈ છે. ફ્રન્ટલાઈન વોરિયર અને મોટી ઉંમરના લોકોને હાલ વેક્સિન આપવામાં આવી રહી છે. એક વર્ષની સમાપ્તિ છતાં કોરોનાના કેસનું ચક્ર ફરીને પાછું હતું ત્યાંનું ત્યાં જ આવી ગયું છે. ગઈકાલે બુધવારે 57 દિવસ બાદ કેસ 600ને પાર પહોંચ્યા હતાં. જેથી હાલ ગુજરાતમાં કુલ એક્ટિવ કેસનો આંકડો 3500 થઈ ગયો છે. આ સાથે જ એક દર્દીનું કોરોનાના કારણે મોત પણ થઈ ગયું છે.
બુધવારનાં રોજ નોંધાયેલા નવા કેસમાં સુરત પ્રથમ સ્થાને રહ્યું હતું. અહીં કોરોનાના કેસ 161 નોંધાયા હતા. અમદાવાદમાં 141, વડોદરામાં 96 કેસ નોંધાયા છે. આ સિવાય ગુજરાતના આઠ જિલ્લાઓ એવા છે જ્યાં દસ જેટલા કેસ નોંધાયા છે. બોટાદ, ડાંગ અને પોરબંદર જિલ્લામાં એક એક કેસ નોંધાયો છે.
દર્દીઓની જો વાત કરવામાં આવે તો 47 દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 3428 દર્દીઓ સ્ટેબલ છે. ગઈકાલે 484 દર્દીઓ કોરોનાને હરાવી ઘરે પરત ફર્યા હતાં. કોરોનાને લઈને જ સારા સમાચાર એ છે કે રિકવરી રેટ 97.11 ટકા જેટલો થઈ ગયો છે.
ગુજરાતમાં એકાએક કોરોનાની સ્થિતિ વિકરાળ બની જતા હાઈકોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાને લઈ સ્થિતિ વણસી શકે છે આ માટે સરકાર સજ્જ રહે. હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, કોરોના સંદર્ભે લોકોનું લાપરવાહીભર્યું વલણ છે. સરકારે બીજી વખત લોકડાઉન અમલમાં મૂકવું પડે તેવી શક્યતા છે. હાઈકોર્ટે સરકારને કેટલાક સૂચનો પણ કર્યા છે. જેમાં મોટા શહેરોમાં ટેસ્ટિંગમાં વધારો કરવો, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને જામનગર જેવા મોટા શહેરોમાં વિજીલન્સ ટીમ ગોઠવવી. જાહેરમાં ફરજીયાત માસ્ક પહેરાવવા. લગ્ન સહિતના કાર્યક્રમોમાં સંખ્યા બાબતે ધ્યાન રાખવું.
ઉલ્લેખનીય છે કે કાબુમાં આવેલો કોરોના ચૂંટણી બાદ વકર્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં. આ પહેલા કોરોનાનાં કેસનો આંકડો રોજનાં 200 સુધી સિમિત હતો પણ ચૂંટણી બાદ તેમાં ફરી 600નો ઉછાળો આવી ગયો છે. આવા સમયે કોરોનાની ગાઈડલાઈનનું જનતાએ ફરજીયાત પાલન કરવાનું રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત