Homeગુર્જર નગરીચૂંટણી પૂરી થતાં જ કોરોનાના કેસ વધવા લાગ્યા, સુરતમાં 7 વિદ્યાર્થી નીકળ્યા...

ચૂંટણી પૂરી થતાં જ કોરોનાના કેસ વધવા લાગ્યા, સુરતમાં 7 વિદ્યાર્થી નીકળ્યા સંક્રમિત

Team Chabuk- Gujarat Desk:  રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થતાં જ કોરોનાના કેસમાં બીલ્લી પગે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ચૂંટણી પ્રચાર અને વિજય રેલીઓમાં ભેગી થયેલી ભીડના પરિણામ સ્વરૂપે રાજ્યમાં ધીમે ધીમે કોરોનાના કેસ વધી રહ્યા છે. જેને લઈને તંત્ર પણ ચિંતામાં મૂકાયું છે. સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં કોરોનાના કેસ ફરીથી વધતાં કોરોના હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવામાં આવી રહી છે. હોસ્પિટલમાં બેડની સાથે સાથે ઓક્સિજનની સપ્લાય પણ વધારી દેવામાં આવી છે.

સુરતમાં ફરીથી માથું ઉંચકતો કોરોના

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સુરત શહેરમાં ફરીથી કોરોનાના કેસ વધવા લાગ્યા છે. જેના કારણે સુરતની કોવિડ-19 હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા વધારવામાં આવી રહી છે. વેન્ટિલેટર સપોર્ટ બેડની પણ જરૂરિયાત વધી છે. વેન્ટિલેટર સપોર્ટ બેડની જરૂરિયાત પહેલાં 0.9 ટકા હતી તે વધીને હવે 1.3 ટકા થઈ ગઈ છે. આ ઉપરાંત ઓક્સિજન સપોર્ટ બેડની જરૂરિયાતમાં પણ વધારો થયો છે. પહેલાં ઓક્સિજન સપોર્ટ બેડની સંખ્યા 1.7 ટકા હતી તે વધીને હવે 2.4 ટકા થઈ ગઈ છે. જો કે સુરતની કોવિડ-19 હોસ્પિટલમાં એક હજાર જેટલા બેડની સુવિધા છે તેથી બેડની ચિંતાનો વિષય નથી પરંતુ ગત દિવસોમાં ઘટી ગયેલા કોરોનાના કેસ ફરીથી ધીમે ધીમે વધતાં હોસ્પિટલ તંત્ર દોડતું થઈ ગયું છે. હાલ સુરતની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 22 દર્દીઓ દાખલ છે. જેમાંથી 6 દર્દીઓ ગંભીર છે

ચૂંટણી પ્રક્રિયા બાદ ફરીથી સુરત શહેરમાં કોરોનાના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે જે જોતાં લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં હોસ્પિટલમાં વધુ બેડની જરૂરિયાત ઉભી થઈ શકે છે. જેના પગલે હોસ્પિટલ તંત્રએ સાવચેતીના ભાગરૂપે અત્યારથી જ વેન્ટિલેટર સપોર્ટ અને ઓક્સિજન સપોર્ટ બેડની સંખ્યા વધારવાનું શરૂ કરી દીધું છે.

7 વિદ્યાર્થીઓ થયા સંક્રમિત

સુરતમાં નાના વરાછાની કૌશલ શાળાના 5 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ચિંતામાં મૂકાઈ ગયા છે. કોરોના સંક્રમિત થયેલા પાચેય વિદ્યાર્થીઓ કૌશલ શાળાના પ્રાથમિક વિભાગના છે અને ધોરણ-7માં અભ્યાસ કરે છે. એક સાથે 5 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત નીકળતા શાળામાં હાલ પ્રાથમિક વિભાગ 14 દિવસ માટે બંધ કરી દેવાયો છે. 14 દિવસ સુધી પ્રાથમિક વિભાગનું શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવશે.

નાના વરાછાની કૌશલ શાળા ઉપરાંત ગોડાદરા અને ડિંડોલી વિસ્તારની શાળામાંથી પણ 1-1 વિદ્યાર્થી કોરોના સંક્રમિત મળી આવ્યો છે. આમ સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારની શાળામાંથી કુલ 7 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતાં અન્ય વાલીઓ અને વિદ્યાર્થીઓમાં પણ ડરનો માહોલ ઉભો થયો છે.

સુરત શહેરની વિવિધ શાળાઓમાંથી વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતાં સુરત મહાનગરપાલિકા તંત્ર પણ દોડતું થઈ ગયું છે અને વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા અલગ અલગ શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સાથે જ શાળાઓમાં કોરોનાને લઈને સરકારે બહાર પાડેલી ગાઈડલાઈનનું પાલન થાય છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

એક્ટિવ કેસ પણ વધી રહ્યા છે

રાજ્યમાં ચૂંટણી દરમિયાન એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઉત્તરોતર ઘટાડો થઈ રહ્યો હતો જો કે ચૂંટણી પૂરી થતાં જ એક્ટિવ કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. 20 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં કુલ કોરોનાના એક્ટિવ કેસ જે 1672 પર પહોંચી ગયા હતા તે ગઈકાલે 3 માર્ચના રોજ 2638 સુધી પહોંચી ગયા છે. એટલે કહી શકાય કે 10 દિવસની અંદર રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં 1 હજારની આસપાસનો વધારો થયો છે. રાજ્યમાં વધી રહેલા એક્ટિવ કેસ પણ તંત્ર માટે ચિંતાનો વિષય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments