Homeગામનાં ચોરેપિતા પોતાની પુત્રીનું માથું કાપી બજાર વચ્ચે ચાલતો હતો કારણ કે...

પિતા પોતાની પુત્રીનું માથું કાપી બજાર વચ્ચે ચાલતો હતો કારણ કે…

Team Chabuk-National Desk : ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના મજિલા પોલીસ સ્ટેશનના પાંડેતારા ખાતે જે ઘટના બની તેણે સમગ્ર દેશના રૂંવાડા ઊભા કરી દીધા છે. અહીં એક યુવકની સાથે પિતાએ પોતાની પુત્રીને કઢંગી હાલતમાં જોઈ લેતા પિતાએ તેનું માથું ફરસી વડે ધડથી અલગ કરી નાખ્યું હતું. આ સનસની વારદાત અહીંથી આગળ પણ આગ પકડે છે. પુત્રીની ફરસી વડે હત્યા કરી પછી નફ્ફટ પિતાએ તેનું માથું ઊંચક્યું અને ખૂદ પોલીસ સ્ટેશન લઈ જતો હતો ત્યાં રસ્તામાં જ આ રાક્ષસને જોઈ જતાં પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.

દીકરીનું માથું ધડથી અલગ કરનારા સર્વેશની હાલત બે દિવસથી ઠીક નહોતી. તેણે બે દિવસથી ખાધુ પણ નહોતું કે પાણી પણ પીધું નહોતું. બદલો લેવાની ભાવના તેના માથા પર સવાર થઈ ગઈ હતી. પહેલા તો તે તેની પુત્રી સાથે શરીર સંબંધ બાંધનારાને જ્યાં ને ત્યાં રઘવાયો થઈ શોધતો રહ્યો. આખરે યુવક હાથમાં ન આવતા પુત્રીનું માથું ગાજર મૂળાની જેમ કાપી નાખ્યું.

સ્થાનિક ગ્રામીણો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે બે દિવસ પહેલા જ આરોપી સર્વેશે પરિવારના જ એક યુવક સાથે પોતાની પુત્રીને કઢંગી હાલતમાં જોઈ લીધી હતી. એ પછી યુવક ભાગી ગયો હતો અને ગામમાં પરત નહોતો ફર્યો.

આ બાજુ સર્વેશના માથા પર બદલો સવાર થઈ ગયો હતો. એ ગમે તે ભોગે યુવકનું કાસળ કાઢી નાખવા માગતો હતો. છોકરાની ખોજ કરતા અને ન મળતા બુધવારે તેણે તેની સગ્ગી પુત્રીની હત્યા કરી નાખી.

પોલીસ પૂછપરછમાં આરોપી પિતાએ જણાવ્યું કે, તેણે પુત્રીને તેના પરિવારના જ એક યુવક સાથે ગંદી હરકત કરતા જોઈ લીધા હતા. તેણે તેને અવારનવાર સમજાવ્યું હતું. જોકે બંને પક્ષેથી કોઈ સુધાર આવ્યો નહોતો. આરોપીએ જણાવ્યું કે, બુધવારે જ્યારે તેની પત્ની ખેતરમાં કામ કરવા માટે ચાલી ગઈ અને વૃદ્ધ માં ઘરની બહાર દુકાન પર બેઠી હતી. એ વખતે જ તેણે પુત્રીને રૂમમાં આકળીયો લગાવીને બંધ કરી દીધી અને ધારદાર હથિયારથી તેનું માથું કાપી નાખ્યું.

સર્વેશે પોલીસને એ વાત પણ જણાવી કે તેણે પુત્રી અને યુવકનું જે ચિત્ર જોયું તે તેનાથી સહન ન થયું. સર્વેશની પુત્રી બારમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી. આ અંગે એસપી અનુરાગ ત્યાગીએ કહ્યું કે, સર્વેશની ધરપકડ કરી લેવામાં આવી છે અને સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments