Homeગુર્જર નગરીઅમદાવાદ: શારીરિક સંબંધ બાંધ્યા બાદ યુવકે યુવતીને કહી દીધુ, “મારા લગ્ન બીજે...

અમદાવાદ: શારીરિક સંબંધ બાંધ્યા બાદ યુવકે યુવતીને કહી દીધુ, “મારા લગ્ન બીજે નક્કી થઈ ગયા છે”

Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં એક યુવક પર યુવતી પર બળાત્કારનો આરોપ લાગ્યો. આરોપ છે કે, યુવક પહેલાં મેટ્રોમોનિયલ સાઈટથી યુવતીના સંપર્કમાં આવ્યો, યુવતીને વાતોમાં ફસાવી, લગ્નનું વચન આપ્યું અને બાદમાં પોતાની હવસ સંતોષી. યુવતી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેણે યુવતીને લગ્નની ના પાડી દીધી. યુવતી આ ઝાટકો સહન ન કરી શકતાં ડિપ્રેશનમાં જતી રહી હતી.

મળતી માહિતી મુજબ, પતિ સાથે અણબનાવ થતા યુવતીએ કોર્ટ કેસ કર્યા બાદ મેટ્રિમોનિયલ સાઇટ થકી એક યુવક સાથે સંપર્ક સાધ્યો હતો. બંને વચ્ચે લગ્ન કરવાની વાતો થયા બાદ યુવક તેને હોટલના રૂમમાં લઈ ગયો હતો. જ્યાં યુવકે શારીરિક સંબંધો બાંધી બીજે લગ્ન નક્કી થયા હોવાનું જણાવી સંબંધો નાખ્યા હતા. પોતાની સાથે છેતરપિંડીનો અહેસાસ થતા જ યુવતીએ ચાંદખેડા પોલીસસ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે.

મૂળ ભાવનગરની અને હાલ વડોદરામાં રહેતી 24 વર્ષીય યુવતી એક સ્ટોરમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે. યુવતીના વર્ષ 2013માં અમરેલીમાં લગ્ન કર્યા હત. પતિ સાથે વારંવારના ઝઘડા બાદ 2019માં તેણે કોર્ટ કેસ કર્યો હતો. આ દરમિયાન નવા જીવનસાથીની શોધમાં યુવતીએ મેટ્રિમોનિયલ સાઇટ પર તેનો બાયોડેટા મુક્યો હતો.

ત્યારબાદ આ સાઈટના માધ્યમથી યુવતી ધ્રુમિત સોલંકી નામના યુવકના સંપર્કમાં આવી હતી. બંને એક બીજા સાથે વોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ઉપરાંત ફોનકોલ પર વધુ સમય વિતાવવા લાગ્યા હતા. બંને વચ્ચે પ્રેમ પાંગર્યા બાદ લગ્ન કરવાનું પણ નક્કી કરી લીધુ હતું. જો કે, ધ્રુમિતના મનમાં કંઈક અલગ જ ખીચડી પાકી રહી હતી. થોડા દિવસ પહેલા ધ્રુમિતે ફોન કરી યુવતીને રૂબરૂ મળવા બોલાવી હતી. યુવતી વડોદરાથી અમદાવાદના ચાંદખેડા આવી હતી. આ દરમિયાન યુવક યુવતીને અમદાવાદની રોયલ કિંગ હોટલમાં લઈ ગયો હતો અને બંનેએ રાત્રિ રોકાણ ત્યાં જ કર્યું હતું. આરોપ છે કે, હોટલમાં ધ્રુમિલે લગ્નની લાલચ આપીને યુવતી સાથે સારીરિક સંબંધ બાંધ્યા હતા.

AD

આ ઘટના બાદ યુવતી ફરી વડોદરા જતી રહી હતી. જો કે, વડોદરામાં પહોંચ્યા બાદ તેને ધ્રુમિત તરફથી જે ઝટકો મળ્યો હતો તેનાથી તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. ધ્રુમિતે ફો કરીને કહ્યું હતું કે, મારા લગ્ન અન્ય જગ્યાએ નક્કી થઈ ગયા છે હવે આપણે વાત નહીં થાય તેમજ આપણી વચ્ચે કોઈ સંબંધ પણ નહીં રહે. દાવો છે કે, આ અંગે યુવતીએ આરોપી ધ્રુમિતના માતા-પિતા સાથે પણ વાતચીત કરી હતી. યુવતીએ ધ્રુમિતના માતા પિતાને આ અંગે જાણ કરતા તેઓએ માફી માંગી હતી. બીજી તરફ યુવતી તણામાં આવી ગઈ હતી જેના કારણે એક આખો દિવસ તે મોલમાં જ બેસી રહી હતી. જો કે, હવે મામલો પોલીસ ચોપડે નોંધાયો છે. પોલીસે ધ્રુમિત વિરુદ્ધ બળાત્કારની ફરિયાદન નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments