Homeગુર્જર નગરીપોરબંદર: સરકારી પોલીટેકનીકના વિદ્યાર્થીઓએ દિવ્યાંગો માટે “સ્માર્ટ બ્લાઇન્ડ સ્ટીક” બનાવી, અડચણને 4...

પોરબંદર: સરકારી પોલીટેકનીકના વિદ્યાર્થીઓએ દિવ્યાંગો માટે “સ્માર્ટ બ્લાઇન્ડ સ્ટીક” બનાવી, અડચણને 4 ફૂટના અંતરથી જ કરશે ડિટેક્ટ

Team Chabuk-Gujarat Desk: સરકારી પોલીટેકનીક પોરબંદરમાં કમ્પ્યુટર વિભાગમાં સેમેસ્ટર-૫માં અભ્યાસ કરતા ચાર વિદ્યાર્થીઓ ત્રિવેદી ધવલ, કારીયા કોનાર્ક, મોઢા રોનક અને જોષી વિરેન દ્વારા પ્રોફેસર મેહુલ ગુંદાળીયાના માર્ગદશન હેડળ દિવ્યાંગોને ખુબજ ઉપયોગી એવી ‘સ્માર્ટ બ્લાઇન્ડ સ્ટીક’ બનાવી છે. આ બ્લાઇન્ડ સ્ટીક રસ્તામાં આવતી અડચણની વોર્નિંગ આપશે, જેનાથી દિવ્યાંગોને થતા અકસ્માત નિવારી શકાય. આ બ્લાઈન્ડ સ્ટીક સામે આવતી અડચણને ૪ ફૂટના આંતરથી ડિટેકટ કરી શકાશે અને બન્ને બાજુના અડચણને 2 ફૂટ અંતરથી ડિટેકટ કરી શકશે. વધુમાં આ સ્ટીક પ્રોગ્રામેબલ હોવાથી પ્રોગ્રામમાં ફેરફાર કરીને અડચણ ડિટેકટ કરવાના અંતરને વધઘટ કરી શકાય છે.

સ્માર્ટ સ્ટીક બનાવવા વિદ્યાર્થીઓએ આરડીનો (Arduino) માઇક્રો-કન્ટ્રોલર અને અલ્ટ્રાસોનિક   (Ultrasonic) સેન્સરનો ઉપયોગ કરેલો છે. અલ્ટ્રાસોનિક સેન્સર સામેના અડચણનું અંતર માપશે અને માઇક્રો-કન્ટ્રોલરને આપશે. માઇક્રો-કન્ટ્રોલર અડચણના અંતરની ગણતરી કરીને વોર્નિંગ આપશે. વોર્નિંગ માટે એક બઝરનો અવાજ આવશે તથા વાઈબ્રેટિંગ મોડ્યુલ થી સ્ટીક કંપન કરશે.

બ્લાઇન્ડ સ્ટીક વિધાર્થીઓએ સંસ્થામાં રહેલી ટીંકરીંગ લેબમાં પ્રોફેસર મેહુલ ગુંદાળીયા અને કાર્તિક દેત્રોજાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરી છે. ભવિષ્યમાં વિદ્યાર્થીઓ આ સ્ટીકમાં GPS અને વૉઈસ મોડયુલ ઉમેરીને સ્ટીકને વધુ કાયઁક્ષમ બનાવવા માંગે છે. આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક બનાવવા બદલ કોમ્પયુટર ખાતાના વડા જેમીબેન પાવાગઢી તેમજ સંસ્થાના આચાર્ય એમ.બી કાલરીયાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments