Team Chabuk-Gujarat Desk: ધોરણ 12ની પરીક્ષાના પહેલા દિવસે જ અમદાવાદમાં આવો બનાવ બની જશે તેવું કોઈએ વિચાર્યું નહોતું. અમદાવાદના રખિયાલમાં આવેલી શેઠ સી.એસ શાળામાં ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થી અમન શેખને ચાલુ પરીક્ષાએ હ્રદય રોગનો હુમલો આવ્યો હતો. અમન ગોમતીપુરની એસ.જી.પટેલ હાઈસ્કૂલનો વિદ્યાર્થી હતો. તેની તબિયત ચાલુ પરીક્ષાએ લથડતા તેને સારવાર માટે સરસપુરની શારદાબહેન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો છે.
ઘટના કંઈક એવી છે કે પરીક્ષા ખંડમાં અમન પ્રવેશ્યો હતો અને તેને અડધી કલાકમાં જ ઉલટી થવા લાગી હતી. એ સુપરવાઈઝરની આજ્ઞા લઈ ઉલટી કરવા માટે બહાર ગયો હતો. ત્યાંથી પાછો આવી પોતાની જગ્યા પર બેસી ગયો હતો. જોકે તેણે કશું લખ્યું નહોતું. એ બેન્ચ પર માથું ઢાળી બેસી ગયો હતો. સુપરવાઈઝર પોતાના કામમાં વ્યસ્ત હતા જ્યારે અન્ય વિદ્યાર્થીઓ પેપર લખી રહ્યા હતા.
અડધો કલાક સુધી બેન્ચ પર માથું ઢાળીને પડ્યા રહ્યા બાદ સુપરવાઈઝરે તેને ઉઠાડ્યો હતો. એ પછી તે જાતે ચાલીને આચાર્યની ઓફિસ સુધી ગયો હતો. આચાર્યએ વિદ્યાર્થીની સ્થિતિ જોતા તાબડતોડ 108ને સાડા ચાર વાગ્યાની આસપાસ ફોન કર્યો હતો. જ્યાં વિદ્યાર્થીની તપાસ કરતા તેનું બ્લડ પ્રેશર ઊંચું હોવાનું આવ્યું હતું.
અહીંથી વિદ્યાર્થીને શારદા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો. જોકે સારવાર દરમિયાન અમનનું નિધન થયું હતું. અમનના નિધનથી તેના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ ઘટનાથી સમગ્ર ગુજરાતના વાલીઓ અને પરીક્ષાર્થીઓ આઘાતમાં સરી ગયા છે, કારણ કે પરીક્ષામાં આવું થાય તેવું તો કોઈએ સ્વપ્ને પણ નહોતું વિચાર્યું. એ પણ એક 17 વર્ષના કિશોરની સાથે.
આ અંગે સ્થાનિક કોર્પોરેટર ઈકલાબ શેખ પણ હોસ્પિટલે પહોંચ્યા હતા, તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીના આવા સમાચાર પ્રાપ્ત થતા હું હોસ્પિટલ પહોંચ્યો હતો. વિદ્યાર્થીને પહેલાથી એક જ કિડની હતી, પણ તેની તબિયત સ્વસ્થ જણાતી હતી. આજ રોજ તે પરીક્ષા આપવા માટે આવ્યો અને તબિયત નાદુરુસ્ત થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થયું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
