Homeગુર્જર નગરીFB ફ્રેન્ડે યુવતીને વીડિયોકોલ કરી, કપડાં ઉતારાવી સ્ક્રિનશોટ પાડી લઈ ગજબ કારસ્તાન...

FB ફ્રેન્ડે યુવતીને વીડિયોકોલ કરી, કપડાં ઉતારાવી સ્ક્રિનશોટ પાડી લઈ ગજબ કારસ્તાન ઘડી નાખ્યું

Team Chabuk-Gujarat Desk: ફેસબુકના ફાયદા ઓછા અને ગેરફાયદા વધારે છે. ઓનલાઈન અજાણ્યાના સંપર્કમાં આવી ગયા બાદ ક્યારે હતું ન હતું થઈ જાય તેની ખબર રહેતી નથી. અમદાવાદ શહેરમાં પણ આવી જ એક ઘટના બની છે. જેમાં યુવતીના ફેસબુક ફ્રેન્ડે તેને વીડિયોકોલ કર્યો અને બાદમાં તેને કપડાં ઉતારવાનું કહ્યું. કપડાં ઉતારતાની સાથે જ યુવકે યુવતીના સ્ક્રિનશોટ લઈ લીધા અને બ્લેકમેલ કરવા લાગ્યો.

નગ્ન ફોટા વાઈરલ કરવાની ધમકી ઉચ્ચારતો આ નબીરો બાદમાં યુવતીને સરખેજ આણંદની હોટલ બ્લ્યુમાં લઈ ગયો અને ત્યાં હોટલના રૂમમાં કેફીદ્વવ્ય તેનાં પીણામાં ભેળવી તેની સાથે દુષ્કર્મ આચર્યું. આ હવસખોર અહીંથી ન અટક્યો તેણે યુવતીના અંગતપળોનો વીડિયો પણ બનાવ્યો હતો.

આ યુવક બાદમાં વારંવાર યુવતીને વીડિયો અને ફોટોગ્રાફ વાઈરલ કરી દઈશ તેવું કહેતો હતો. આ રીતે જ તેણે બીજી વખત યુવતીની લાચારીનો ફાયદો ઉઠાવીને દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ આ સમગ્ર ઘટનાની વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે યુવક પરાણે લીવ ઈન રિલેશનશિપમાં રહેવાની ફરજ પાડતો હોવાનું પણ ફરિયાદમાં લખવામાં આવ્યું છે.

અમદાવાદના એક ખ્યાતનામ વિસ્તારમાં રહેતી યુવતી ડીસાની ખોડિયાર પાર્ક સોસાયટીમાં રહેતા હર્ષવર્ધન નામેરી યુવક સાથે માર્ચ 2020માં ફેસબુકના માધ્યમ દ્વારા સંપર્કમાં આવી હતી. એ પછી બંને વચ્ચે ધીમે ધીમે સંબંધ પાંગર્યો અને ફોનમાં વાતચીત થતી હતી. મિત્રતાના ત્રણ મહિના બાદ જ યુવકે યુવતી સાથે વીડિયોકોલમાં ગળચટ્ટી વાતો કરી હતી અને પટાવી લીધી હતી, બાદમાં તેને ચાલુ વીડિયોકોલે જ વસ્ત્રો ઉતારવાનું કહ્યું હતું.

યુવતી યુવકની વાતોમાં આવી ગઈ હતી અને વસ્ત્રો ઉતારવા લાગી હતી. આ તકનો લાભ ઉઠાવતા યુવકે યુવતીના સ્ક્રિનશોટ લઈ લીધા હતા. આ પછી યુવક તેને મળવા માટે બોલાવતો હતો પણ યુવતી આવવા તૈયાર નહોતી. હર્ષવર્ધને આ પછી પોતાના મોબાઈલમાં રહેલું બ્રહ્માસ્ત્ર યુવતીને બતાવ્યું હતું, જેમાં તેનાં નગ્ન સ્ક્રિનશોટ હતા. હર્ષવર્ધન તેને બ્લેકમેલ કરવા લાગ્યો હતો.

આ ઘટના બાદ હર્ષવર્ધન યુવતીને બુલેટમાં સરખેજ-આણંદ ખાતે આવેલી હોટલ બ્લ્યુમાં લઈ ગયો હતો. અહીં હોટલના એક રૂમમાં જમવાનું અને કોલ્ડ્રીંક મંગાવ્યા હતા. કોલ્ડ્રીંકમાં કોઈ કેફી પીણું નાખી દીધું હોય યુવતી બેભાન થઈ ગઈ હતી. જે પછી યુવકે તેના પર દુષ્કર્મ આચરી અંગતપળોનો વીડિયો બનાવ્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. હાલ તો આ કિસ્સો, અજાણ્યાઓ સાથે કોઈ ઓળખાણ વિના ગમે તેવી વાતો કરનારા ફેસબુક વપરાશકર્તાઓ માટે લાલબત્તી સમાન બન્યો છે.

પોરબંદરમાં શરીર સંબંધ બાંધવાની ના પાડી તો સગીરાને મારી

પોરબંદરમાં પણ એક સગીરાને હોટલમાં બોલાવ્યા બાદ તેણે શરીર સંબંધ બાંધવાની ના પાડતા યુવકે તેના પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં સગીરાની જાતિય સતામણી કરી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. દર્પણ નામના શખ્સે સગીરાને ગેસ્ટહાઉસમાં બોલાવી હતી અને તેની સાથે શરીર સંબંધ બાંધવાનું કહ્યું હતું. જોકે સગીરાએ આનાકાની કરતાં યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે સગીરાનું ગળું પકડી ગાલ પર ત્રણ મુક્કા અને પેટમાં લાત મારતા તેને મૂઢ ઈજાઓ પહોંચી છે. આરોપી દર્પણ વિરૂદ્ધ પોક્સો એક્ટ અને જાતીય સતામણીનો ગુનો દાખલ થયો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments