Homeગુર્જર નગરીજળબંબાકાર: અમદાવાદમાં વીજળી, વરસાદ અને પવનનું ત્રિવેણી સંગમ

જળબંબાકાર: અમદાવાદમાં વીજળી, વરસાદ અને પવનનું ત્રિવેણી સંગમ

Team Chabuk-Gujarat-Desk: લાંબા વિરામ બાદ ગઈકાલે મહાનગરી અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. રાતના આઠ વાગ્યાની આસપાસ શરૂ થયેલા મેઘરાજાએ સર્વત્ર જળબંબાકાર કરી દીધું હતું. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી તો અમદાવાદીઓ માટેની સમસ્યા પણ રાબેતા મુજબ ઠેરની ઠેર રહી હતી. જેની સોશિયલ મીડિયામાં પણ હાંસી ઉડી હતી. અમદાવાદના ભારે અવર જવરવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેથી લાંબો સમય સુધી ટ્રાફિક જામની અગવડતાનો લોકોએ સામનો કરવો પડ્યો હતો.

ગુજરાતના મોટાભાગના શહેરોમાં અષાઢીબીજના પાવન અવસરે મેઘરાજાએ દેખા દેતા ગુર્જરવાસીઓ આનંદમાં આવી ગયા હતા. તેમાંય મહાનગરી અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદે અસહ્ય ઉકળામાંથી શાંતિ આપી હતી. મેઘરાજાના આગમનથી વાતાવરણમાં શીતળતા પ્રસરી ગઈ હતી. શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો કેટલીક જગ્યાએ મનપાની કામગીરી ઉઘાડી પડી ગઈ હતી.

અમદાવાદમાં રવિવારની સંધ્યાનું ચિત્ર કંઈક અલગ ભાસતું હતું. વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો હતો અને ઠંડી હવા ફેંકાવા લાગી હતી. એક કલાક બાદ ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થયું હતું. હંમેશાં વાહનોથી ચિક્કાર ભરાઈ રહેતા વિસ્તારોમાં લોકોને અગવડતાનો સામનો કરવો પડ્યો હતો.

ભારે વરસાદથી મણિનગર, આંબાવાડી, હાટકેશ્વર સર્કલ, પાલડી, વેજલપુર, શાહીબાગ સહિતના વિસ્તારોમાં વાહનચાલકો ફસાઈ ગયા હતા. પાણી ભરાવાને લીધે એકથી દોઢ કિલોમીટર જેટલી લાંબી વાહનોની કતારો જોવા મળી હતી.

શહેરના બોપલ વિસ્તારમાં રાતના આઠ વાગ્યે મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું. અહીં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. અહીં પવન, વીજળી અને વરસાદનું ત્રિવેણી સંગમ જોવા મળ્યું હતું. અમદાવાદમાં ગઈકાલે ક્યાં કેટલો વરસાદ પડ્યો તેના પર આંકડાકીય નજર નાખીએ તો…

અમદાવાદમાં કેટલો વરસાદ

વિસ્તારવરસાદ (ઈંચ)
ઉસ્માનપુરા4
ઓઢવ4.25
ખાડિયા4
વિરાટનગર4.75
મેમ્કો5
નિકોલ4.75
મણિનગર5.5

ગુજરાતના અન્ય વિસ્તારોમાં કેટલો?

જિલ્લો/તાલુકાવરસાદ ઈંચમાં
મેંદરડા4
બગસરા2.5
તલોદ2
રાજકોટ1.5
પેટલાદ1.5
મુન્દ્રા1
મહુધા1
અંકલાવ1.5
નડિયાદ1.5
લાલપુર1
સોજીત્રા1
અમદાવાદ1
વડોદરા1
બોરસદ1.5

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments