Homeગામનાં ચોરેઆસમાન સે ગીરા કિચન મે અટકા: પેરાશૂટ સમયસર ન ખૂલતા સૈનિક છત...

આસમાન સે ગીરા કિચન મે અટકા: પેરાશૂટ સમયસર ન ખૂલતા સૈનિક છત ફાડીને રસોડામાં પડ્યો

Team Chabuk-International Desk: અમેરિકાના દક્ષિણી કેલિફોર્નિયામાં એક ચોંકાવનારી ઘટના બની ગઈ. અહીં પેરાશૂટ ટ્રેનિંગ લઈ રહેલો એક સૈનિક ભૂલથી એક ઘરની છત ફાડીને રસોડામાં જઈને પડ્યો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ પ્રત્યક્ષ દર્શીઓ અનુસાર સૈનિક બચી ગયો એ એક ચમત્કાર છે. લોકો વિચારી રહ્યા છે કે આટલા ઉંચેથી પડ્યા બાદ પણ સૈનિક કેવી રીતે બચી ગયો ?

દક્ષિણ કેલિફોર્નિયામાં એક બ્રિટિશ સૈનિકની ટ્રેનિંગ ચાલી રહી હતી. એવો દાવો કરાયો છે કે, આકાશમાંથી કૂદ્યા બાદ સૈનિકને એક મોટા મેદાનમાં લેન્ડ કરવાનું હતું જો કે, તેનું પેરાશૂટ સમયસર ન ખૂલતા તેનું લેન્ડિંગ Atascadero નજીક એક ઘરની છત પર થયું. છત પરથી તે સીધો રસોડામાં જઈને પડ્યો.

બેભાન હતો સૈનિક

સ્થાનિક પોલીસે આ વાતની જાણકારી એક પ્રેસરિલીઝમાં આપી હતી. પ્રેસરિલીઝમાં જાણકારી આપવામાં આવી હતી કે રસોડામાં પડેલો સૈનિક બેભાન અવસ્થામાં હતો. આ ઉપરાંત પોલીસે કહ્યું કે, આકાશમાંથી કૂદેલા સૈનિકના અન્ય સાથીઓએ સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું.

ઘરમાં કોઈ ન હોવાથી જાનહાનિ ટળી

એક ખાનગી વેબસાઈટ અનુસાર બેભાન અવસ્થામાંથી બહાર આવેલો સૈનિક દુઃખાવાની ફરિયાદ કરી રહ્યો હતો. જો કે, તેના શરીર પર ઈજા જોવા મળી ન હતી. સૈનિકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો અને સારવાર શરૂ કરાઈ હતી. બીજી તરફ ઘરમાં કોઈ ન હોવાથી જાનહાનિ ટળી હતી. આ અંગે મકાન માલિકે કહ્યું હતું કે, ઘરમાં પણ બહું મોટું નુકસાન થયું નથી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments