Team Chabuk-Gujarat Desk: ગુજરાતના અમદાવાદના વિજય પારેખની ટ્વીટે આજ સવારથી સોશિયલ મીડિયા પર પોતાનું વર્ચસ્વ જમાવીને રાખ્યું છે. એક સમયે પ્રધાનમંત્રીની કામગીરીના પ્રશંસક હતાં પણ હવે મહામારીમાં તેમણે પણ પ્રધાનમંત્રી સહિતના ખાતાને સવાલ પૂછ્યા છે.
વિજયભાઈ પારેખ સવાલ પૂછવાના પૂરતા હકદાર છે. મત આપ્યા બાદ તેમણે પીએમ કેયર્સમાં અઢી લાખ રૂપિયા પણ દાનમાં આપ્યાં હતાં. અઢી લાખનું દાન આપવા છતાં તેમના મમ્મીને ખાટલો ન મળ્યો. એટલે તેમણે એક સવાલ પૂછ્યો છે અને પૂછેલા આ એક સવાલ પાછળ હસવું કે રડવું એ ખબર નથી પડતી. લોકો પોત પોતાની રીતે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.
વિજયભાઈએ ટ્વીટર પર લખ્યું છે કે, ‘2 લાખ 51 હજાર રૂપિયા દાનમાં આપવા છતાં મારી માતાને હોસ્પિટલમાં બેડ ન મળી શક્યો. કૃપા કરી જણાવો કે કોરોનાની ત્રીજી લહેરમાં બુકિંગ કરાવવા માટે કેટલા રૂપિયા આપવા પડશે. જેથી હું મારા પરિવારના અન્ય કોઈ વ્યક્તિને ગુમાવું નહીં.’
Donation of 251k couldn’t ensure bed for my dying mother. Pls advise how much more should I donate to reserve berth for the 3rd wave so I don’t lose any more members..@PMOIndia, @rajnathsingh, @RSSorg, @smritiirani, @rashtrapatibhvn pic.twitter.com/9a66NxBlHG
— Vijay Parikh (@VeejayParikh) May 24, 2021
વિજયભાઈએ આ ટ્વીટમાં પીએમઓ, રાજનાથ સિંહ, આરએસએસ, સ્મૃતિ ઈરાની અને રાષ્ટ્રપતિ ભવનને પણ ટેગ કર્યા છે. ઘણા લોકોએ વિજય પારેખના જવાબમાં સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે જ પીએમ કેયર્સ પર સવાલો પણ ઊભા કર્યા છે. વિજય પારેખે પણ કેટલાય ટ્વીટના જવાબ આપતા દેશહિતમાં ડોનેશન આપવાની વાત કરી છે. તો ઘણા એવા લોકો પણ છે જેમણે વિજય પારેખને તેમણે જ કરેલા જૂના ટ્વીટની યાદ અપાવી દીધી છે. જેમાં તેઓ પ્રધાનમંત્રી અને મોદી સરકારની ખુલ્લા દિલથી પ્રશંસા કરતાં હતાં.
વિજયભાઈ પારેખ પ્રધાનમંત્રી મોદીની કામગીરીના સમર્થક રહી ચૂક્યા છે. દાન કરનારા વિજય પારેખ 2010ની સાલથી ટ્વીટર પર છે. પ્રધાનમંત્રીની નીતિઓના તેમણે ભરપૂર વખાણ કર્યા છે. એટલું જ નહીં પીએમ મોદીની કામગીરીને રિ-ટ્વીટ પણ કરે છે. ત્યાં સુધી કે નોટબંધી દરમિયાન પણ તેમણે પ્રધાનમંત્રીના સમર્થનમાં ટ્વીટ કરી હતી. આ તમામ ટ્વીટ નીચે મૂકવામાં આવી છે.
Surgical strike on Black Money by NAMO.
— Vijay Parikh (@VeejayParikh) November 8, 2016
Trump, inspired by Modi – Ab ki baar Trump Sarkaar.
— Vijay Parikh (@VeejayParikh) October 25, 2016
Moody’s thumbs up to Modi, Achhe din after 14 years……
— Vijay Parikh (@VeejayParikh) November 17, 2017
NaMo Power@ RaGa has visited more temples in the last 20 days than during the last 20 years.
— Vijay Parikh (@VeejayParikh) November 12, 2017
વિજય પારેખે કરેલું આ ટ્વીટ ઝડપથી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે અને ઉપહાસનું કારણ પણ બની રહ્યું છે. આ ટ્વીટ પર 38 હજાર કરતા વધારે લાઈક અને સોળ હજાર રિ-ટ્વીટ આવી ચૂક્યા છે. તેમને ઘણા લોકોએ મંતવ્ય આપતા જણાવ્યું છે કે નાહકના તેઓ પોતાના પૈસા બગાડી રહ્યા છે. જોકે વિજયભાઈએ તેમને જવાબ પણ આપ્યો છે. તેમણે કહ્યું છે કે, પૈસા કોઈ કારણ નથી. એ પોતાના તમામ રૂપિયા ડોનેટ કરી શકે છે. પણ કોઈને આ રીતે પીડા સહન ન કરવી પડે જે રીતે તેમને કરવી પડે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત