Homeગુર્જર નગરીરાજ્યમાં આચાર્યની આટલી જગ્યાઓ ખાલી પણ ભરતી ક્યાં?

રાજ્યમાં આચાર્યની આટલી જગ્યાઓ ખાલી પણ ભરતી ક્યાં?

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં આચાર્યની ખાલી પડેલી જગ્યાઓને ભરવા માટેની માગ ઉઠી છે. ગુજરાત રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળાઓ આવેલી છે. જેમાં સ્ટાફની અછત તો પ્રવર્તી જ રહી છે પણ સાથો સાથ આચાર્યની અછત પણ પ્રવર્તતી હોવાનું સામે આવ્યું છે.

આચાર્યોની ખાલી પડેલી આ જગ્યાઓ ભરવા માટે હાલ શાળા સંચાલક મંડળ દ્વારા માંગણી કરવામાં આવી છે. ભરતી કરવા પાછળનું કારણ એ છે કે થોડા સમયમાં જ નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ જશે. આ સાથે ભરતીપ્રક્રિયાને વેગ આપવાનું જણાવવામાં આવ્યું છે.

આ અંગે શાળા સંચાલક મંડળ દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેનને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં રાજ્યની ગ્રાન્ટેડ, માધ્યમિક શાળાની ખાલી પડેલી આશરે 2000 આચાર્યોની જગ્યાઓ ભરતી પરીક્ષાનું આયોજન કરી ભરવા માટે કહેવામાં આવ્યું છે. આ માટે જરૂરી એવી HMAT પરીક્ષા દ્વારા ભરતી કરવાનું કહેવામાં આવ્યું છે.

આ અંગે શાળા સંચાલક ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2019ની સાલમાં ભરતી કરવામાં આવી હતી, પણ તે ભરતી માત્ર 50 ટકા આચાર્યોની જ કરવામાં આવી હતી. જે પછી નિવૃત્ત થનારા આચાર્યો. મૃત્યુ પામનારા આચાર્યોની કુલ મળીને 2000 જેટલી જગ્યાઓ ખાલી છે. તેમણે કહ્યું કે, આ માટે તાત્કાલિક HMATની પરીક્ષાનું આયોજન કરવું જોઈએ અને ખાલી પડેલી જગ્યાઓ ભરવી જોઈએ.

આ અંગે ભાસ્કર પટેલે એ પણ જણાવ્યું કે, તારીખ 11-2-2011ના જાહેરનામાની જોગવાઈના આધારે પ્રતિવર્ષ પરીક્ષા યોજાય જેથી ઉસ્તુક કર્મચારીઓને કામગીરી કરવાની સમયસર તક મળે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments