Team Chabuk-Gujarat Desk: ઓફિસમાં હંમેશાંથી હળવાશનું વાતાવરણ રાખવા માટે મજાક મશ્કરી કરવામાં આવતી હોય છે. જેથી કામની સાથે સમય પણ પસાર થાય. જોકે હવે એક મજાકનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાઈ ગયો છે. સરકારી ઓફિસમાં કામ કરતી એક મહિલા જ્યારે કામ કરવા માટે ખુરશી પર બેસવા ગઈ ત્યારે તેના જ સાથી ડોક્ટરે મજાક કરતા ખુરશી ખેંચી લીધી હતી. જેથી મહિલા ધડામ કરતી જમીન પર પડી ગઈ હતી.
આ કારણે મહિલાને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. શહેરના અલગ અલગ ડોક્ટરોને બતાવ્યું છતાં તેમની તબિયતમાં કોઈ પ્રકારનો સુધારો નહોત આવી રહ્યો. આખરે ડોક્ટરે તેને સારવાર માટેનો તમામ ખર્ચ આવવાનો વાયદો કર્યો હતો, પણ આ શરતનાં વાયદા બાદ ડોક્ટરે એવું કર્યું કે મહિલાને ન છૂટકે પોલીસ સ્ટેશને જવું પડ્યું.
આ સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ મહિલાની વય 31 વર્ષની છે. દસક્રોઈ ખાતે તાલુકા હેલ્થ ઓફિસમાં મેડિકલ ઓફિસર તરીકેની છેલ્લા ત્રણેક વર્ષથી નોકરી કરે છે. અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રહે છે. આ વાત ગત્ત વર્ષની છે. 2020ની સાલમાં જ્યારે તેઓ નારોલ ખાતે હાજર હતા ત્યારે સાથી ડોક્ટર ભાવેશ લીમ્બાચીયાએ મજાક કરતા તેમની બેસવાની ખુરશી ખેંચી લીધી હતી. જેથી તેઓ જમીન પર પટકાયા હતા અને કમરના ભાગે ઈજા થઈ હતી.
ભાવેશે કહ્યું હતું કે, મારો ફક્ત મજાક કરવાનો ઉદ્દેશ્ય હતો. જોકે મામલો વણસ્યો, કારણ કે મહિલાની કમરમાં દુખાવો થવા લાગ્યો. ઘરે પહોંચતા સુધી એ દુખાવો રહ્યો. શહેરના અગ્રણી ડોક્ટરો પાસેથી સારવાર લેવા છતાં તેમને દુખાવમાં કોઈ જાતનો ફર્ક નહોતો લાગી રહ્યો. બે મહિના થયા છતાં દુખાવો ઘટવાની જગ્યાએ વધતો જતો હતો.
નવરંગપુરામાં ડાયગ્નોસ્ટિક સેન્ટર ખાતે એમ.આર.આઈ કરાવતા તેમને ખ્યાલ આવ્યો કે તેમની કરોડરજ્જુના સાવ છેડાનાં ભાગે ફ્રેક્ચર થઈ ગયું છે. એ પછી મણિનગરની હોસ્પિટલમાં તેમણે સારવાર લીધી હતી. અહીં તેમને લિનિયર ક્રેક ઇન સેક્ર હોવાની માહિતી મળી હતી. જેથી ત્યાંથી મેમનગર ખાતે આવેલી હોસ્પિટલમાં તેઓ ગયા હતા.
આ અંગે ડોક્ટર ભાવેશ લિમ્બાચીયાએ તેમને શરતોની રીતે સારવારના પૈસાનું ચૂકવણુ કરવાનું કહ્યું હતું. જેથી મહિલાએ કોઈ પણ પ્રકારની ફરિયાદ નોંધાવી નહોતી. જોકે બાદમાં તેઓ પોતાની શરત પરથી ફરી ગયાં હતાં. જેથી હાલ મહિલાએ નારોલ પોલીસ સ્ટેશન ખાતે આ અંગેની ફરિયાદ નોંધી છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત