Homeગુર્જર નગરીસુરતમાં 15 વર્ષની કિશોરીનો હાથ પકડી ખેંચી ગાલ પર ઢગાએ કિસ કરી

સુરતમાં 15 વર્ષની કિશોરીનો હાથ પકડી ખેંચી ગાલ પર ઢગાએ કિસ કરી

Team Chabuk-Gujarat Desk: સુરત શહેરમાં અવાર નવાર મહિલા સાથે ગેરવર્તનના કિસ્સા સામે આવ્યા રાખે છે. ક્યાંક મહિલાનું શોષણ થાય છે તો ક્યાંક છેડતી થાય છે. સુરત શહેરમાં વધુ એક વખત તરુણીની છેડતીની ઘટના પ્રકાશમાં આવી છે. છેડતી કરનારો શખ્સ કોઈ અન્ય નહીં પણ પરિવારનો જ નજીકનો સંબંધી નીકળ્યો છે.

આ અંગેની પરિવારના લોકોને પહેલાથી ખબર હતી અને આ સંબંધીને તેઓ પોતાની પુત્રીથી દૂર રહેવાનું કહેતા હતા. પણ તેની માથે શૈતાન સવાર થયો હતો. તેણે મંગળવારના રોજ કિશોરીને મકાનની અગાશી પર લઈ જઈ શારીરિક છેડતી કરી હતી. જે પછી આ ઘટના પોલીસ સ્ટેશને પહોંચતા ફરિયાદ નોંધાઈ છે.

આ ઘટના બની છે સુરતમાં રહેતા એક મહારાષ્ટ્રીયન પરિવારની સાથે. અહીં વેપારીની 15 વર્ષની પુત્રી ધોરણ 10માં અભ્યાસ કરે છે. કિશોરી ઘરે હતી ત્યારે તેના ઘરની નજીક રહેતા સંબંધીએ તેને અગાશી પર વાતચીત કરવા માટે બોલાવી હતી. વાત વાતમાં વિશાલની અંદર હવસના સાપોલિયા દોડવા લાગ્યા હતા. તેણે તરુણીનો હાથ પકડી ખેંચી અને ગાલ પર ચુંબન કર્યું હતું.

તરૂણીએ વિશાલને ધક્કો માર્યો હતો અને ત્યાંથી ભાગી છૂટી હતી. ઘરે આવ્યા પછી તરૂણીએ પોતાની સાથે બનેલી સમગ્ર ઘટના પરિવારની સમક્ષ ઠાલવી હતી. પરિવારે આ યુવાનની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ પહેલી વખત નહોતું. બે મહિના પહેલા પણ વિશાલ વિડિયો ચેટ કરતો હતો. જેની જાણ થઈ જતાં વિશાલના માતા પિતાને બોલાવી તેને સીધોદોર કરવા માટે ઠપકો આપવામાં આવ્યો હતો. જોકે વિશાલની પૂંછડી વાંકી જ રહી હતી તેણે કિશોરીને ચુંબન કરી દીધું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments