Homeગુર્જર નગરીઅમદાવાદ: 22,994 એવા લોકો જેમણે બાવડા પર વેક્સિન નામના અસ્ત્રને અડકાવ્યું સુદ્ધાં...

અમદાવાદ: 22,994 એવા લોકો જેમણે બાવડા પર વેક્સિન નામના અસ્ત્રને અડકાવ્યું સુદ્ધાં નહોતું આખરે…

Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં કોરોના કરતા વધારે મૂંઝવતો પ્રશ્ન કોઈ રહ્યો હોય તો તે વેક્સિનનો છે. વેક્સિનની ખોટ નથી પરંતુ અમદાવાદ શહેરમાં હજુ એવા દસ લાખ લોકો ભ્રમણ કરી રહ્યા છે જેમણે વેક્સિનનો બીજો ડોઝ નથી લીધો અને પ્રશાસન પણ ઉંધે માથ મહેનત કરી તેઓ વેક્સિનનો બીજો ડોઝ લે આ માટેની મનામણી ક્રિયામાં લાગી છે.

વેક્સિન આપવાની પ્રક્રિયા હવે ઘરે ઘરે જઈ પૂછપરછ કરવા સુધી પહોંચી છે. મ્યુનિસીપલ કોર્પોરેશન ઘરે ઘરે જઈ વેક્સિનના સર્ટિફિકેટની પૂછપરછ હાથ ધરે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ત્રણસો કર્મચારીઓની ટીમ અમદાવાદના જુદાં જુદાં વિસ્તારોમાં ફરી વેક્સિન લીધી છે કે નહીં તે વાત જાણી નોંધ કરી રહી છે.

આ ચક્રવ્યૂહ સમાન અભિયાન તો કેટલાય સમયથી ચાલી રહ્યું છે, પરંતુ હાલમાં 6.52 લાખ ઘરોમાં વેક્સિન સર્ટિફિકેટ અને વેકિસન લીધી છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી છે. આમાંથી એક મોટી વાત એ સામે આવી હતી કે શહેરમાં 22,994 એવા લોકો હતા જેમણે બાવડા પર વેક્સિન નામના અસ્ત્રને એક પણ વખત અડકાવ્યું નહોતું. આવા લોકોને પણ રસી મૂકવાની કામગીરી કરવામાં આવી હતી.

માણસ એ ઈચ્છાઓ અને પ્રલોભનોની વચ્ચે જીવતું પ્રાણી છે. મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા વેક્સિન માટે જે જે રીતરસમો આદરવામાં આવી, એટલી તો લકી ડ્રોમાં પણ હોતી નથી. અત્યાર સુધીમાં ત્રણ લાખ કરતા વધારે લોકોને તેલના પાઉંચની લ્હાણી કરવામાં આવી છે તો લકી ડ્રો મારફતે દસ સ્માર્ટફોન પણ આપવામાં આવ્યા છે. અમદાવાદમાં બારણે ટકોરા મારવાની ઝૂંબેશ માટે કર્મચારીઓએ કેટલાય પાપડ શેકવા પડ્યા છે. એવામાં હવે ઓમિક્રોનની એન્ટ્રી વચ્ચે વેક્સિન ન લેનારાઓના જીવ તાળવે ચોંટે કે નહીં એ તો બીજી વાત રહી પણ પ્રશાસનના જીવ તાળવે ચોંટી ગયા છે.

કોર્પોરેશનની બારણા ઝૂંબેશ આંકડાઓમાં

આંકડાઓ શું શું કર્યું?
6,52,856મકાનોની મુલાકાત લઇ તપાસ કરવામાં આવી.
5917સોસાયટીઓમાં ચકાસણી થઇ.
6,19,660મકાનોમાં તમામ લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.
5,57,826મકાનોમાં નાગરિકોએ વેક્સિનના બંને ડોઝ લીધા હતા.
53,532નાગરિકોને શોધીને વેકિસન આપવામાં આવી.
22,646નાગરિકોએ બીજો ડોઝની મુદત પુર્ણ થવાં છતાં વેક્સિન ન લીધી હોવાથી તત્કાલ વેક્સિન અપાવી.
22,994નાગરિકો પ્રથમ ડોઝ ન લીધો હોવાનું જાણાતાં તેમને તત્કાલ વેક્સિન આપવામાં આવી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments