Homeગુર્જર નગરીઆખરે હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરાઈ, માર્ચ મહિનામાં ફરીથી પરીક્ષા લેવાશે

આખરે હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરાઈ, માર્ચ મહિનામાં ફરીથી પરીક્ષા લેવાશે

Team Chabuk-Gujarat Desk: આખરે પેપર લીક થયા બાદ હેડ ક્લાર્કની પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હેડ ક્લાર્કની પરીક્ષાને રદ કરવાની જાહેરાત કરી છે. હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી હતી. હેડ ક્લાર્કની પરીક્ષા માર્ચ મહિનામાં ફરીથી લેવામાં આવશે તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે વિદ્યાર્થીઓના હિતમાં આ પરીક્ષા રદ કરવી જરૂરી હતી.

હર્ષ સંઘવીએ વધુ વિગતો આપતાં જણાવ્યું કે પેપર લીક કાંડમાં સંડોવાયેલા તમામ 14 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ કેસમાં જોડાયેલા હજુ કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવશે. આરોપીઓ પાસેથી 30 લાખ રૂપિયા કબજે કરવામાં આવ્યા છે. 88 હજાર પરિવારને ન્યાય મળશે. આરોપીઓ સામે કડક પગલાં ભરવામાં આવશે.

પેપર લીક કાંડ મામલે યુવરાજસિંહ જાડેજાએ આજે ગૌણ સેવા પસંદગી મંડળનેકેટલાક પૂરાવાઓ આપ્યા હતા. સાથે જ તેમણે ગૌણ સેવા પસંદગી મંડળને આ મામલે ફરિયાદી બનવા અરજી કરી હતી. યુવરાજ સિંહે જણાવ્યું હતું કે, તેમની પાસે રહેલા ચોક્કસ નક્કર પુરાવાઓને તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જ આપશે, જેથી તેની ગોપનિયતા જળવાઈ રહે. ઉપરાંત તેણે પોતે પણ તપાસમાં જરૂર પડે ત્યાં સહાય કરવા તૈયાર દર્શાવી હતી.

સાણંદમાં આવેલા પ્રિન્ટિંગ પ્રેસના સુપરવાઈઝર કિશોર આચાર્યએ 9 લાખ રૂપિયામાં મંગેશ નામની વ્યક્તિને આ પેપર વેચ્યું હતું. ગાંધીનગર એલસીબીએ કિશોર આચાર્યની અટકાયત કરી તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે કિશોર મંગેશની પત્નીના કૌટુંબિક કાકા થાય છે અને તે પ્રિન્ટિંગ પ્રેસમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. જ્યારે અન્ય આરોપી દીપક પટેલ સિંગરવા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચલાવે છે, જેની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. પ્રિન્ટિંગ પ્રેસ અને ગૌણ સેવા પસંદગી મંડળના કોઈ કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ એની તપાસ ચાલી રહી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments