Team Chabuk-Gujarat Desk: શંકાની સોય જ્યારે દૃઢ થઈ જાય ત્યારે ભલભલા સંબંધો વેરવિખેર થઈ જાય છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા એક ગાયક કલાકારની પત્નીએ આક્ષેપ કર્યો છે કે તેના પતિને તેના મિત્રની પત્ની સાથે સંબંધ છે. તેના ઘરે જ રહે છે અને બે મહિનાથી અહીં આવતો જ નથી.
શંકાનારૂપી જ્વલનશીલ મુદ્દાને લઈ પતિ અને પત્ની વચ્ચે અગાઉ પણ ઠામડા ખખડ્યા હતા. પત્નીએ આક્ષેપ લગાવ્યો છે કે તેના મિત્રના ઘરે જવાની જ્યારે પત્નીએ ના પાડી હતી, તો પતિએ મારઝૂડ કરી હતી અને ચાલ્યો ગયો હતો. આ સિવાય માનસિક અને શારીરિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
રાણીપની રાજદીપ સોસાયટીમાં આ મહિલા રહે છે. 2020ની સાલમાં તેના ગાયક કલાકાર સાથે પ્રેમ લગ્ન થયા હતા. જોકે પતિ છેલ્લા બે દિવસથી તેના મિત્રના ઘરે જ ધામા નાખીને બેઠો હોય પતિ અને પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. આ અંગેની જાણકારી પત્નીએ પિયર પોતાની માતાને પણ કરી હતી.
આ અંગે પત્નીને પૂરતી શંકા છે કે તેના પતિને તેના મિત્રની પત્નીની સાથે સંબંધ છે. એ મોટાભાગનો સમય ત્યાં જ પસાર કરે છે. પત્નીએ તેને તેના મિત્રને ત્યાં જવાની ના પાડતા પતિ ઉશ્કેરાય ગયો હતો અને પત્નીને લાતો ફટકારી હતી. આખરે કંટાળેલી પત્નીએ પોલીસનું શરણું લેતા ફરિયાદ નોંધાવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત