Homeગુર્જર નગરીસુરત: બે વર્ષનું બાળક ચોથા માળેથી પટકાતા મોત, ઘટના સીસીટીવીમાં કેદ

સુરત: બે વર્ષનું બાળક ચોથા માળેથી પટકાતા મોત, ઘટના સીસીટીવીમાં કેદ

Team Chabuk-Gujarat Desk: એક મહિલાએ આંખના પલકારામાં જ પોતાના વ્હાલસોયા પુત્રને ગુમાવ્યો છે. તેને તો ખ્યાલ જ નહોતો કે જ્યારે તે પાછી આવશે ત્યારે તેનો લાડકવાયો તેનાથી કાયમને માટે દૂર ચાલ્યો ગયો હશે. માતા થોડીવાર માટે વોશરૂમ ગઈ, તેનું બાળક મોબાઈલમાં કાર્ટુન જોતું હતું. જ્યારે મહિલા પાછી આવી ત્યારે તેનું બાળક ત્યાં નહોતું. એ નીચે પટકાઈને મૃત્યુ પામ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જોકે આ સીસીટીવી તો ન જોવામાં જ આપનું ભલું છે.

આ ઘટના છે સુરતના લીંબાયત વિસ્તારની. અહીંના પ્રતાપનગર વિસ્તારમાં ચોથા માળેથી પટકાતા બે વર્ષના માસૂમ બાળકનું પંચાવન કલાકની સારવાર બાદ મૃત્યુ નીપજ્યું હતું. પરિવાર આ ઘટના બન્યા બાદ શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતકના પિતાનું નામ વસીમ અન્સારી છે. તેઓ ટાઈલ્સ ફોલ્ડિંગમાં કામ કરે છે. મૃત્યુ પામેલા તેમના પુત્રનું નામ વારિસ હતું. જે તેમનો એક નો એક પુત્ર હતો. પત્ની પોતાના પુત્રને બપોરનું ભોજન કરી મોબાઈલમાં કાર્ટુન જોવા આપી વોશરૂમ ગઈ હતી. જ્યાંથી તે પરત ફરી તો વારિસ તેને પથારીમાં ક્યાંય દેખાતો નહોતો.

બારીની નીચે જ્યારે તેણે જોયું તો લોકોનું ટોળું એકઠું થયું હતું. અહીં માતાને માહિતી મળી હતી કે કોઈ બાળક નીચે પડી જતા, આ વિસ્તારના છોકરાઓ તેને હોસ્પિટલ લઈ ગયા છે. પત્નીએ આ વાતની પતિને જાણ કરી હતી અને તેઓ પણ આવી ગયા હતા. જોકે 55 કલાકમાં 50 હજાર રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ વારિસનો જીવ નહોતો બચાવી શકાયો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments