Homeગુર્જર નગરીઅમદાવાદઃ હીટ એન્ડ રન કેસમાં આરોપીનું આત્મસમર્પણ

અમદાવાદઃ હીટ એન્ડ રન કેસમાં આરોપીનું આત્મસમર્પણ

Team Chabuk-Gujarat Desk: અમદાવાદના શિવરંજની વિસ્તારના હીટ એન્ડ રન કેસમાં પર્વ શાહ નામના યુવકે આત્મસમર્પણ કર્યું છે. રવિવારે મોડી રાત્રે સફેદ રંગની કારનું સ્ટીયરિંગ પર્વના જ હાથમાં હોવાનું તેણે કબૂલ્યું છે. એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, પોલીસ તેનો પીછો કરી રહી હોવાથી તે સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો. જો કે, આ વાતમાં કેટલું તથ્ય છે તે તપાસ બાદ જ ખબર પડશે.

શું છે સમગ્ર મામલો ?

અમદાવાદના શિવરંજની વિસ્તારમાં બીમાનગર નજીક પૂરપાટ ઝડપે આવેલા એક કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં ફૂટપાથ પર ઉંઘી રહેલી એક મહિલાનું મોત થયું હતું. જ્યારે મહિલાનો પતિ અને બે બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો.

રેસ લગાવી હોવાનો આરોપ

અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. સીસીટીવીમાં બે કાર નજરે પડી હતી. જે પ્રાથમિક દ્રષ્ટીએ રેસ લગાવતી હોવાનું અનુમાન લગાવાયું હતું. જેથી કાર ચાલક પર રેસ લગાવી હોવાનો પણ આરોપ છે. સીસીટીવીમાં કારને ફૂટપાથ પર અથડાતી પણ જોઈ શકાય છે. અકસ્માત બાદ થોડીવાર માટે અફરા-તફરીનો માહોલ પણ સર્જાયો હતો.

એક મહિલાનું મોત

અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે તેના પતિ અને બાળકોને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. હાલ ઈજાગ્રસ્ત લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

અનેકવાર નિયમનો ભંગ

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, કારનું પાર્સિંગ શૈલેષ રસિકલાલ શાહના નામનું હતું. કારનો માલિક નવરંગપુરામાં રહેતો હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત કારના નંબર પરથી જાણવા મળ્યું હતું કે, કાર ચાલકે અનેકવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો છે જેનો દંડ પણ તેને ભરવાનો બાકી છે.

નશાની હાલતમાં હોવાનો પણ આરોપ

હાલ પોલીસે આ સમગ્ર કેસમાં વધુ તપાસ શરૂ કરી છે. ઘટના બાદ પ્રત્યક્ષદર્શીઓએ આરોપ લગાવ્યો હતો કે, કાર ચાલક નશામાં છે. જેથી આ બાબતની પોલીસ તપાસ કરી શકે છે. બીજી તરફ મૃતક અને ઈજાગ્રસ્તોનો પરિવાર શોકમાં ગરકાવ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments