Team Chabuk-Tech Desk: છેલ્લા 17 વર્ષોથી ફેસબુક નામ લોકોની જીભે ચડી ગયું છે પણ હવે તેને રિ-બાંડિંગની તૈયારી ચાલી રહી છે. રિપોર્ટ્સ આવી રહ્યા છે કે ફેસબુકનું નામ બદલવાનું છે અને માર્ક ઝુકરબર્ગ ટૂંક સમયમાં જ તેની જાહેરાત કરશે. આગામી સમયમાં ફેસબુકની એક ઈવેન્ટમાં નામ પરિવર્તનની જાહેરાત થઈ શકે છે.

ધ વર્ઝની રિપોર્ટ મુજબ 28 ઓક્ટોબરના રોજ ફેસબુક એક પ્રેસ કોન્ફરન્સ કરવાનું છે. જેમાં માર્ક ઝુકરબર્ગ ફેસબુકનું નામ બદલવાની જાહેરાત કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફેસબુક એપ્લિકેશન સિવાય કંપનીની અન્ય પ્રોડક્ટ જેવી કે ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ઓક્યુલસ ના નામને લઈને પણ મોટી જાહેરાત થઈ શકે છે. બીજી બાજુ ફેસબુક તરફથી આ રિપોર્ટને લઈ ઓફિશ્યલી નિવેદન સામે આવ્યું નથી.

આ અઠવાડિયાની શરૂઆતમાં ફેસબુકે કહ્યું હતું કે, તેઓ હવે મેટાવર્સ કંપની બનાવવા જઈ રહ્યા છે. જે માટે તેણે દસ હજાર લોકોની ભરતી કરી છે અને ભવિષ્યમાં નવી નિયુક્તિ પણ થશે. મેટાવર્સ એક આભાસી વિશ્વ છે, જેમાં ફિઝીકલી લોકો હાજર ન હોવા છતાં હાજર હોય એવું લાગશે. મેટાવર્સ શબ્દ વર્ચ્યુઅલ રિઆલિટી અને ઓગ્યમેન્ટ રિયાલિટી જેવો છે.

મેટાવર્સમાં માત્ર ફેસબુક જ નહીં પણ દુનિયાની મોટી મોટી કંપનીઓ પણ તેમાં રોકાણ કરી રહી છે. માર્ક ઝુકરબર્ગનું માનવું છે કે, આવનારા સમયમાં ફેસબુકને માત્ર એક સોશિયલ મીડિયા કંપની નહીં પણ મેટાવર્સ કંપનીના રૂપે જાણવામાં આવશે. જણાવી દઈએ કે ફેસબુક પોતાની વાસ્તવિક અને વર્ચ્યુઅલ દુનિયાના અનુભવોના નિર્માણ માટે પાંચ વર્ષોમાં મોટા પાયે ભરતી પ્રક્રિયા કરી રહ્યું છે. આ ભરતીમાં ફ્રાન્સ, જર્મની, આર્યલેન્ડ, ઈટાલી, નેધરલેન્ડ, પોલેન્ડ અને સ્પેન સહિત અન્ય દેશોમાંથી લોકોને કામ પર રાખવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત