Team Chabuk-Gujaart Desk: રાજ્યમાં દિવસે ને દિવસે છેડતી, દુષ્કર્મ અને એક તરફી પ્રેમમાં પાગલ માથાભારે તત્વોના કાંડ વધતા જઈ રહ્યા છે. અમદાવાદમાં મકાન માલિકના દીકરાએ 13 વર્ષની કિશોરી ઘરમાં એકલી હતી ત્યારે તેની એકલતાનો લાભ ઉઠાવી, ફોન ચાર્જ કરવો છે ના બહાને ઘરમાં ઘુસી જઈ, તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર ઘટના અમદાવાદના અસલાલી પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે.
ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના અસલાલીમાં એક શ્રમિક પરિવાર રહે છે. આ શ્રમિક પરિવારને ત્રણ સંતાનો છે અને તેઓ મજૂરી કામ કરી પોતાનું પેટીયું રડે છે. શુક્રવારના દિવસે આ ઘટના બની હતી. જ્યારે દંપતિ મજૂરી કામ અર્થે બહાર અને તેમના બે પુત્રો સ્કૂલે ભણવા ગયા હતા. આ સમયે તેમની 13 વર્ષી પુત્રીને તાવ આવતો હોય તે ઘરે એકલી હતી અને આરામ ફરમાવી રહી હતી. તેની એકલતાનો લાભ ઉઠાવી બાજુમાં રહેતા મકાન માલિકના દીકરાએ ઘરમાં ચાર્જિંગ કરવું છેનું બહાનું બતાવી ઘુસી ગયો હતો.
આરોપીએ સૌ પ્રથમ અંદરથી મકાનનું બારણું વાસી દીધું હતું. કિશોરીના પગ અને હાથ બાંધી દીધા હતા. સગીરા હેવાનથી બચવા માટે તરફડિયા મારતી હતી અને બુમો પાડતી હતી પણ કોઈ તેની મદદે આવ્યું નહોતું. બપોરના સમયે જ્યારે કિશોરીનો ભાઈ ઘરે આવ્યો અને દરવાજો ખખડાવ્યો ત્યારે આરોપી દરવાજો ખોલી ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. આ ઘટના સંદર્ભે કિશોરીના માતા પિતાને અવગત કરવામાં આવ્યા હતા. તેમણે આરોપી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત